શોધખોળ કરો
Advertisement
બૉલીવુડની વધુ બે એક્ટ્રેસે સુશાંત કેસમાં ઝંપલાવ્યુ, બોલી- કેસ તો સીબીઆઇને જ સોંપો
સોશ્યલ મીડિયાના માધ્યમથી બૉલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને રશ્મિ દેસાઇએ સીબીઆઇની ખુલ્લી માંગ કરીને બધાને ચોંકાવી દીધા છે. આ પહેલા અભિનેત્રી કંગના રનૌત અને સુશાંતની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ સીબીઆઇની માંગ ચૂકી છે
મુંબઇઃ દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના કેસમાં સીબીઆઇ તપાસને લઇને માંગ વધુ તેજ થઇ ચૂકી છે. શનિવારે આ માટે વધુ બે એક્ટ્રેસ મેદાનમાં આવી ગઇ છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી બૉલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને રશ્મિ દેસાઇએ સીબીઆઇની ખુલ્લી માંગ કરીને બધાને ચોંકાવી દીધા છે. આ પહેલા અભિનેત્રી કંગના રનૌત અને સુશાંતની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ સીબીઆઇની માંગ ચૂકી છે.
ઉર્વશીએ શનિવારે ટ્વીટ કરતાં લખ્યું- વાસ્તવમાં ન્યાય વિના કોઇ શાંતિ નહીં થઇ શકે. સત્ય વિના કોઇ ન્યાય નહીં થઇ શકે અને કોઇ સચ્ચાઇ નહીં આવે. જ્યાં સુધી તેમને કોઇ સત્ય બતાવવા નહીં ઉઠે- લુઇ ફર્રખાન. ન્યાયની જીત થશે. સત્યની હંમેશા જીત થાય છે.
અભિનેત્રી રશ્મિ દેસાઇએ પણ ઇન્સ્ટાગ્રામ સ્ટૉરી પર સુશાંત સિંહ રાજપૂત માટે સીબીઆઇ તપાસ અને ન્યાયની માંગ કરી છે.
આ પહેલા બૉલીવુડના કેટલાય સ્ટાર સુશાંતને ન્યાય અપાવવા માટે સીબીઆઇ તપાસની માંગ કરી ચૂક્યા છે. કરન વાહીએ સુશાંતની સાથે પોતાની એક તસવીર શેર કરતા લખ્યું- મારા મિત્ર... તુ હંમેશા અમારી દુઆઓમાં રહીશ.
સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ સોશ્યલ મીડિયા પર વીડિયો શેર કરીને અભિનેતા માટે ન્યાયની માંગણી કરી છે. આ વીડિયોમાં અંકિતા પૉસ્ટરની સાથે કહી રહી છે. દેશ જાણે છે કે સુશાંત સિંહ રાજપૂતની સાથે શું થયુ? જસ્ટિસ ફૉર સુશાંત. સીબીઆઇ ફૉર SSR... પૉસ્ટર પર #CBIFORSSR લખ્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગેજેટ
બિઝનેસ
દેશ
Advertisement