શોધખોળ કરો

Adnan Samiને ભારતીય નાગરિક બનવામાં લાગ્યા 18 વર્ષ, કહ્યું- 'દોઢ વર્ષથી હું કોઈ દેશનો નાગરિક નહોતો'

ભારતની નાગરિકતા મેળવવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ઘણી વખત તે નિરાશ પણ થયો હતો. તેણે કહ્યું કે તેને બે વખત રિજેક્ટ કરવામાં આવ્યો હતો

સિંગર અદનાન સામી 2016માં ભારતીય નાગરિક બન્યો હતો. હવે તેણે જણાવ્યું કે ભારતીય નાગરિકતા મેળવવા માટે તેની સફર કેટલી મુશ્કેલ હતી. સામીએ કહ્યું કે તેની બદલાતી નાગરિકતા વચ્ચે તેણે એવો સમય પણ જોયો જ્યારે તે કોઈ દેશનો નાગરિક નહોતો. આ દરમિયાન તે ન તો મુસાફરી કરી શક્યો અને ન તો બીજું કંઈ કરી શક્યો.

ભારતની નાગરિકતા મેળવવામાં મુશ્કેલી પડી 

સિંગર અદનાન સામીનો જન્મ ઈંગ્લેન્ડમાં થયો હતો અને તેની પાસે પાકિસ્તાની નાગરિકતા હતી. ઘણા વર્ષોથી ભારતમાં કામ કરી રહેલા સામીને 2016માં ભારતીય નાગરિકતા મળી હતી. પોતાની બદલાયેલી નાગરિકતાના કારણે તે ઘણી ચર્ચામાં રહી હતી. હવે અદનાન સામીએ કહ્યું છે કે તેણે ભારતીય નાગરિક બનવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. અદનાને એક નવી વાતચીતમાં કહ્યું છે કે તેનું જીવન એટલું 'ક્રેઝી' રહ્યું છે કે જો તે બોલિવૂડના ફિલ્મ લેખકોને તેની વાર્તા કહેશે, તો તેઓ બધા હસશે અને કહેશે કે તું આ બધી વાતો બનાવી રહ્યો છે. એક નવા ઈન્ટરવ્યુમાં અદનાને કહ્યું કે તેને ભારતીય નાગરિકતા મેળવવામાં 18 વર્ષ લાગ્યા અને જનતાને તે વાતની અડધી ખબર પણ નથી.

ભારતીય નાગરિક બનવું સરળ નહોતું

એક ઇંટરવ્યૂ દરમિયાન અદનાને કહ્યું કે તેને ભારતની નાગરિકતા મેળવવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ઘણી વખત તે નિરાશ પણ થયો હતો. તેણે કહ્યું કે તેને બે વખત રિજેક્ટ કરવામાં આવ્યો હતો. અદનાને કહ્યું, 'લોકોને લાગે છે કે તે ખૂબ જ સરળ રહ્યું હશે કારણ કે હું સેલિબ્રિટી છું. પરંતુ તેવું નથી. આ કામ મારા માટે સરળ ન હતું. પોતાના સંઘર્ષ વિશે વાત કરતાં અદનને કહ્યું, 'આસાન ઉકેલ જેવી કોઈ વસ્તુ નથી. તમારે દરેક વસ્તુ માટે સખત મહેનત કરવી પડશે. વાત એટલી જ છે કે એક દિવસ તમને અચાનક તેની ખબર પડી. તમે એક દિવસ જાગી ગયા અને અખબારોમાંથી ખબર પડી કે મને ભારતીય નાગરિકતા મળી છે.

અદનાન દોઢ વર્ષથી કોઈ દેશનો નહોતો

અદનાને ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેને ભારતીય નાગરિકતા મેળવવામાં 18 વર્ષ લાગ્યા હતા. તેણે કહ્યું, 'હું અહીં કહેવા માંગુ છું કે તે 18 વર્ષમાં મેં દુનિયાને કશું કહ્યું નથી. મને બે વાર રિજેક્ટ કરવામાં આવ્યો. મારે મારી મૂળ નાગરિકતા છોડી દેવી પડી અને આ દરમિયાન દોઢ વર્ષ વીતી ગયું જ્યારે હું કોઈ દેશનો નહોતો. પાસપોર્ટ એ માત્ર એક દસ્તાવેજ છે, પરંતુ હું કોઈ દેશનો નાગરિક નહોતો, આ સ્થિતિમાં હું મુસાફરી કરી શકતો નથી, કંઈ કરી શકતો નથી.

પાકિસ્તાનમાં મારી સાથે ખરાબ વર્તન થયુ: અદનાન સામી 

ગયા વર્ષે T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં જ્યારે ઈંગ્લેન્ડે પાકિસ્તાનને હરાવ્યું હતું, ત્યારે અદનાને ટ્વીટ કરીને ઈંગ્લેન્ડને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. અદનાન જે પહેલા પાકિસ્તાની હતો. તેણે આ ટ્વિટ કર્યું હતું. અને કેટલાક લોકોએ તેને ટ્રોલ પણ કર્યો હતો. અદનાને કેમ પાકિસ્તાની નાગરિકતા છોડી દીધી તેના જવાબમાં અદનાને કહ્યું હતું કે પાકિસ્તાનમાં મારી સાથે ખરાબ વર્તન થતું હતું. તેણે એમ પણ કહ્યું કે એક દિવસ તે ખુલાસો કરશે કે પાકિસ્તાનમાં તેની સાથે કેવો વ્યવહાર કરવામાં આવ્યો અને તે ઘણા લોકોને ચોંકાવી દેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget