શોધખોળ કરો
Advertisement
કોણ છે આ ટેણીયો જેણે Laal Singh Chaddhaમાં આમિરના બાળપણનો રોલ કર્યો, અન્ય ફિલ્મમાં પણ દેખાયો હતો...
હિન્દી ફિલ્મ ઈંડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા આમિર ખાનની આવનારી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું ટ્રેલર ગઈકાલે રાત્રે રિલીઝ કરવામાં આવ્યું છે.
Laal Singh Chaddha: હિન્દી ફિલ્મ ઈંડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા આમિર ખાનની આવનારી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું ટ્રેલર ગઈકાલે રાત્રે રિલીઝ કરવામાં આવ્યું છે. આમિર ખાન સાથે આ ફિલ્મમાં કરીના કપૂર ખાન પણ દેખાઈ રહી છે. જો કે આ બંનેની સાથે એક બીજા બાળ કલાકારે બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ બાળ કલાકાર એટલે અહમદ ઈબ્ન ઉમર જેણે ફિલ્મમાં આમિર ખાનના બાળપણનો રોલ કર્યો છે. ટ્રેલર રિલીઝ થયા બાદ હાલ અહમદ હેડલાઈનમાં ચમકી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર છવાયો અહમદઃ
નોંધનીય છે કે, લાલ સિંહ ચઢ્ઢાના ટ્રેલરને રિલીઝ થયાના 24 કલાક પણ પૂરા થયા નથી અને આ ટ્રેલરને યુટ્યુબ પર 3 કરોડ લોકો જોઈ ચૂક્યા છે. તેમજ લાલ સિંહ ચઢ્ઢાનું આ ઓફિશિયલ ટ્રેલર પણ ટ્રેડિંગમાં ચાલી રહ્યું છે. આ ટ્રેલરમાં દેખાડવામાં આવેલા નાના આમિરની ભૂમિકા ભજવનાર અહેમદ ઈબ્ન ઉમરે બધાનું ધ્યાન ખેંચ્યું છે. સુંદર ચહેરો અને સુંદર આંખો ધરાવતા અહેમદે આ ફિલ્મમાં એક વિકલાંગ બાળકનું પાત્ર ભજવ્યું છે. અહમદ ઈબ્ન ઉમર જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરનો વતની છે. અહેમદે માત્ર 10 વર્ષની ઉંમરે મોટા પડદા પર આમિર ખાનની ભૂમિકા ભજવવાના પડકારને સફળતા પૂર્વક પાર કરી લીધો છે.
લાલ સિંહ ચઢ્ઢા પહેલા આ ફિલ્મમાં દેખાયો હતોઃ
લાલ સિંહ ચઢ્ઢાએ અહેમદ ઈબ્ન ઉમરની પહેલી ફિલ્મ નથી. આ પહેલાં પણ વર્ષ 2019ની શરૂઆતમાં, ઉમરે સલમાન ખાન દ્વારા નિર્મિત ફિલ્મ નોટબુકમાં અભિનય કરી ચુક્યો છે અને તેની ક્ષમતા સાબિત કરી હતી. નોટબુક ફિલ્મમાં તેણે મોટા પડદા પર યુવા કેપ્ટન કબીર કૌલની ભૂમિકા ભજવી હતી. લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મમાં અહેમદ ઈબ્ન ઉમર નાના લાલ સિંહ તરીકે ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આમીરની આ મોસ્ટ અવેટેડ ફિલ્મ 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement