Bhool Bhulaiyaa ફિલ્મના શૂટિંગ દરમિયાન મહેલમાંથી આવતો હતો અજીબ અવાજ, આ કિલ્લામાં થયું હતું શૂટિંગ
બોલીવુડ એક્ટર કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ ભૂલ ભુલૈયા 2નું બોક્સ ઓફિસ પર પ્રદર્શન શાનદાર રહ્યું છે. આ ફિલ્મ અક્ષય કુમારની 2007માં આવેલી ફિલ્મ ભૂલ ભુલૈયાની સિક્વલ છે.
Bhool Bhulaiyaa Scenes Shot At Haunted Palace: બોલીવુડ એક્ટર કાર્તિક આર્યન (Kartik Aaryan) અને કિયારા અડવાણીની (Kiara Advani) ફિલ્મ ભૂલ ભુલૈયા 2નું (Bhool Bhulaiyaa 2) બોક્સ ઓફિસ પર પ્રદર્શન શાનદાર રહ્યું છે. આ ફિલ્મ અક્ષય કુમારની 2007માં આવેલી ફિલ્મ ભૂલ ભુલૈયાની સિક્વલ છે. ભૂલ ભુલૈયા 2 રિલીઝ થઈ ત્યારથી અક્ષય કુમારવાળી ભૂલ ભુલૈયા પણ ચર્ચામાં છે. ભૂલ ભુલૈયામાં જોવા મળેલા તમામ પાત્રો અને એ ભૂતિયા મહેલની બધી યાદો દર્શકોને હજી પણ યાદ છે.
ચોમૂ પેલેસમાં થયું હતું શૂટિંગઃ
અક્ષય કુમારની 2007માં આવેલી ફિલ્મ ભૂલ ભુલૈયા એક હોરર કોમેડી સુપર નેચુરલ ફિલ્મ હતી. ફિલ્મની વાર્તા જેટલી ડરામણી હતી એટલો જ ડર આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ક્રુમેમ્બરે પણ અનુભવ્યો હતો. જણાવી દઈએ કે, ભૂલ ભુલૈયાનું શૂટિંગ (Bhool Bhulaiya Shooting Location) જયપુર પાસેના ચોમૂ પેલેસમાં થયું હતું. એ સમયના અહેવાલો મુજબ આ મહેલ વિશે સ્થાનિક લોકોએ ફિલ્મની ટીમને ઘણા પ્રકારની જાણકારી આપી હતી. જે પછી ફિલ્મની ટીમે પણ આ વાતોનો અનુભવ કર્યો હતો. જેમ કે, શૂટિંગ દરમિયાન ત્યાં હાજર લોકોએ તેમના સિવાય અન્ય વ્યક્તિનો અનુભવ પણ કર્યો હતો. તો કોઈએ એમ પણ જણાવ્યું કે, એક યુદ્ધ દરમિયાન આ મહેલના રાજાનું માથું દુશ્મનોએ ઘડથી અલગ કરી દીધું હતું.
શૂટિંગ 25 દિવસ સુધી ચાલ્યુંઃ
તેમનું કહેવું હતું કે, ઘણા લોકોએ ઘણી વખત આવા માથા વગરના આદમીને મહેલમાં ફરતો જોયો છે. અહીં ઉલ્લેખનીય છે કે, ભૂલ ભૂલૈયા ફિલ્મના શૂટિંગમાં આ મહેલના ભાગનું શૂટિંગ 25 દિવસ સુધી ચાલ્યું હતું. જો કે, આ બધી વાતો વિશે ફિલ્મના ડાયરેક્ટર પ્રિયદર્શને કહ્યું હતું કે, તેઓ આ બધી વસ્તુઓ પર વિશ્વાસ નથી કરતા. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં અક્ષય કુમાર, વિદ્યા બાલન, પરેશ રાવલ, અસરાની, મનોજ જોષી, રાજપાલ યાદવ સહિતના બોલીવુડ કલાકારો હતા અને આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી.