શોધખોળ કરો
Advertisement
બૉલીવુડના આ સ્ટારે નવા વર્ષનુ સ્વાગત ગાયત્રી મંત્રથી કર્યુ, વીડિયો શેર કરતાં જ સોશ્યલ મીડિયા પર છવાઇ ગયો એક્ટર, જુઓ વીડિયો
અક્ષય કુમારે સૂર્યોદયનો આ વીડિયો તે લોકોને ડેડિકેટ છે, જે લોકો સવારે જલ્દી નથી ઉઠી શક્યા. આની સાથે એક્ટરે તમામની સલમાતી અને ઉજ્જળ ભવિષ્યની કામના કરી છે
મુંબઇઃ બૉલીવુડ સેલેબ્સે નવા વર્ષનુ આગમન અને જુના વર્ષી વિદાયને જબરદસ્ત યાદગાર રીતે માની, બૉલીવુડ સ્ટાર્સે આને લગતી પોતાની જુદી જુદી તસવીરો અને વીડિયો પણ સોશ્યલ મીડિયા પર શેર કર્યા છે. પરંતુ આ બધાની વચ્ચે હવે ખેલાડી કુમાર તરીકે જાણીતા અક્ષયનો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. ખાસ વાત છે કે અક્ષયે નવા વર્ષનુ સ્વાગત ગાયત્રી મંત્રથી કર્યુ અને તેને નવા વર્ષનો પ્રથમ સૂર્યની તસવીર પણ શેર કરી છે. ફેન્સ અક્ષયના વર્તનથી ખુબ ખુશ છે, અને સોશ્યલ મીડિયા પર અક્ષયની પ્રસંશા થઇ રહી છે.
અક્ષય કુમારે સૂર્યોદયનો આ વીડિયો તે લોકોને ડેડિકેટ છે, જે લોકો સવારે જલ્દી નથી ઉઠી શક્યા. આની સાથે એક્ટરે તમામની સલમાતી અને ઉજ્જળ ભવિષ્યની કામના કરી છે.
(ફાઇલ તસવીર)
આ વીડિયોમાં સૂર્ય ઉગી રહ્યો છે અને અક્ષય કુમાર ઉગતા સૂર્ય સામે જોઇને ગાયત્રી મંત્રનો જાપ કરી રહ્યો છે. વીડિયોના કેપ્શનમાં અક્ષયે લખ્યું- જો તમે આને મિસ કરી દીધુ...... તો આ રહ્યું વર્ષ 2021નો પહેલ સૂર્યોદય. બધાની સફળતા અને ખુશીઓ માટે પ્રાર્થના કરી રહ્યો છું. આવનારુ વર્ષ તમામ માટે બહુજ સુંદર બને. તમામને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ...
અક્ષયનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતા ફેન્સ અક્ષયના વખાણ કરવા માંડ્યા છે. લોકો અક્ષયને શુભકામનાઓ પાઠવી રહ્યાં છે. વીડિયોને 10 લાખથી વધુ વાર જોવામાં આવી ચૂક્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
અમદાવાદ
દુનિયા
Advertisement