Alia Bathroom Photoshoot: આલિયા ભટ્ટે શેર કરી બાથરૂમની તસવીરો, દીપિકા પાદુકોણે કરી જોરદાર કોમેન્ટ
Alia Bhatt Bathroom Photos: બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર તેના બાથરૂમ ફોટોશૂટની ઝલક બતાવી છે. જેના પર અભિનેત્રી દીપિકા પાદુકોણે કોમેન્ટ કરી છે.
![Alia Bathroom Photoshoot: આલિયા ભટ્ટે શેર કરી બાથરૂમની તસવીરો, દીપિકા પાદુકોણે કરી જોરદાર કોમેન્ટ Alia Bhatt's Bathroom Selfies Attracts Deepika Padukone's Attention Alia Bathroom Photoshoot: આલિયા ભટ્ટે શેર કરી બાથરૂમની તસવીરો, દીપિકા પાદુકોણે કરી જોરદાર કોમેન્ટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/24/d74979557b2b7876c9c19a0dc7306e531663990056958396_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Alia Bhatt Bathroom Photoshoot: બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જોકે જ્યારથી તે માતા બની છે ત્યારથી તે ઓછી સક્રિય રહે છે. તાજેતરમાં તેણે તેના ફોટા શેર કર્યા છે. જેના પર સેલેબ્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. આલિયા ભટ્ટે તેના બાથરૂમમાં ફોટા પાડયા છે. અને આ ફોટા તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જેના પર સેલિબ્રિટીઝ પોતાને કોમેન્ટ કરવાથી રોકી શકી નથી.
આલિયાએ બાથરૂમની તસવીરો શેર કરી
આલિયા ભટ્ટે 11 ડિસેમ્બર 2022 ના રોજ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ફોટા શેર કર્યા હતા. ફોટામાં આલિયા ભટ્ટ ફની પોઝ આપતી વખતે સેલ્ફી લેતી જોવા મળે છે. તેણે પિંક શેડનો ડ્રેસ પહેર્યો છે. ફોટા શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, રવિવારની સવાર થોડી સારી લાઇટને શોધવા અને કોઈ પણ ગોળ વીના મારા બાથરૂમમાં એક ફોટોશૂટ કરવા માટે હોય છે. હેપ્પી સન્ડે.
View this post on Instagram
આલિયાની તસવીર પર દીપિકાએ પ્રતિક્રિયા આપી
આલિયા ભટ્ટની આ પોસ્ટને ચાહકો પસંદ કરી રહ્યા છે. સેલિબ્રિટી પણ પોતાને કોમેન્ટ કરવાથી રોકી શકતા નથી. દીપિકા પાદુકોણે કોમેન્ટમાં લખ્યું, “મને #ashwagandhabounceની સુગંધ કેમ આવી રહી છે? તેની માતા સોની રાઝદાને કોમેન્ટમાં હાસ્યનું ઇમોજી સેન્ડ કર્યું છે. આલિયાની આ તસવીરોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.અને ચાહકો કોમેન્ટ કરી મજા લઈ રહ્યા છે.
આલિયા ભટ્ટ દીકરીની માતા બની
હાલમાં જ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે એક દીકરીનું સ્વાગત કર્યું છે. દંપતીએ તેમની દીકરીનું નામ 'રાહા' રાખ્યું છે. જો કે આલિયા સોશિયલ મીડિયા પર પોતાની લાઈફ સાથે જોડાયેલી ઝલક શેર કરતી રહે છે, પરંતુ તેણે હજુ સુધી દુનિયાને પોતાની પ્રિય દીકરીનો ચહેરો દેખાડ્યો નથી. આલિયા અને રણબીર પોતાની દીકરીને અનુષ્કા-વિરાટની જેમ લાઈમલાઈટથી દૂર રાખવા માંગે છે. જોકે, ચાહકો તેમની દીકરીનો ચહેરો જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)