Amitabh Bachchan એ બર્થ ડે પર લીધો મોટો ફેંસલો, પાન મસાલા બ્રાંડ ‘કમલા પસંદ’ સાથે ફાડ્યો છેડો
કમલા પસંદ ગુટખાની એડ કરવાને લઈ અમિતાભ બચ્ચન હાલ સોશિયલ મીડિયા આલોચના થઈ રહી છે અને તે વ્યક્તિગત રીતે આ અંગે કેટલાક આલોચકોને જવાબ પણ આપતા હતા.
Amitabh Bachchan Kamala Pasand: મહાનાયક અમિતાભ બચ્ચન આજે 79મો બર્થ ડે ઉજવી રહ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર લેટેસ્ટ બ્લોગ પણ ફેન્સ સાથે શેર કર્યો છે અને તેમનાએક મોટા ફેંસલા અંગે જણાવ્યું છે. આલોચના બાદ અમિતાભ બચ્ચને પાન મસાલા બ્રાંડ કમલા પસંદ સાથેનો કરાર ખતમ કરી દીધો છે. ઉપરાંત એડ ફી પણ પરત કરી છે.
બિગ બીએ તેમના બ્લોગમાં આ વાતની જાણકારી આપી છે. તેમણે લખ્યું કે, કમલા પસંદ ગુટખા જાહેરાત સાથેનો કરાર ખતમ કરી દીધો છે. સરોગટ એડવર્ટાઈઝિંગ અંતર્ગત એડ આવવા તથા આ અંગેની કોઈ જાણકારી ન હોવાનો હવાલો આવીને તેમણે આમ કર્યું હોવાનું બ્લોગમાં લખ્યું છે.
કમલા પસંદ ગુટખાની એડ કરવાને લઈ અમિતાભ બચ્ચન હાલ સોશિયલ મીડિયા આલોચના થઈ રહી છે અને તે વ્યક્તિગત રીતે આ અંગે કેટલાક આલોચકોને જવાબ પણ આપતા હતા. અમિતાભના ફેન્સે તેને પાન મસાલાની એડ કરવા પર સવાલ કર્યો હતો. જેના જવાબમાં બચ્ચને કહ્યું હતું કે, જો કોઈ સંસ્થાને ફાયદો થઈ રહ્યો હોય તો આપણે તે શું કામ કરીએ છીએ તેવું વિચારવું ન જોઈએ. જેવી રીતે અમારા લોકોની ઈન્ડસ્ટ્રી ચાલે છે તેવી જ રીતે તેમની ઈન્ડસ્ટ્રી પણ ચાલે છે. તમને એમ લાગે છે કે મારે આ એડ ન કરવી જોઈતી હતી પરંતુ મને તે માટે ફી મળે છે. પરંતુ આખરે તેમણે કમલા પસંદ સાથે છેડો ફાડવાનો ફેંસલો કર્યો છે.
કોણે લખ્યો હતો પત્ર
આ મુદ્દે National Organisation for Eradication of Tobaccoના અધ્યક્ષ ડો. શેખર સાલ્કરે અમિતાભ બચ્ચનને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે, મેડિકલ રિસર્ચથી ખબર પડે છે તમાકુ અને પાન મસાલા જેવા પદાર્થ વ્યક્તિ, ખાસ કરીને યુવાઓના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. અમિતાભ બચ્ચન પોલિયો કેમ્પેનના બ્રાંડ એમ્બેસેડર છે.