શોધખોળ કરો

Amitabh Bachchan Health: ઈજા બાદ અમિતાભ બચ્ચને જણાવી પોતાની હાલત, કહ્યું- 'પાટાઓ બાંધી હોળી દહન જોયું’

Amitabh Bachchan Health Update: બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચને મંગળવારે તેમના બ્લોગ પર તેમની તાજેતરની ઈજા વિશે આરોગ્ય અપડેટ શેર કર્યું છે.

Amitabh Bachchan Health: બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) મંગળવારે તેમના બ્લોગ પર તેમની તાજેતરની ઈજા વિશે આરોગ્ય અપડેટ શેર કર્યું. આ પહેલા પણ બિગે બ્લોગ દ્વારા પોતાની ઈજા વિશે જણાવ્યું હતું. પોતાના બ્લોગમાં તેમણે કહ્યું, “સૌથી પહેલા..મારી ઈજા અંગે ચિંતા વ્યક્ત કરનારા બધા માટે હું મારો આભાર અને પ્રેમ વ્યક્ત કરું છું. ધીમે ધીમે..તેમાં સમય લાગશે..અને ડોકટરો દ્વારા જે સૂચવવામાં આવ્યું છે તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે..આરામ કરો અને છાતી પર પાટો બાંધો..બધું કામ બંધ છે અને સ્થિતિમાં સુધારો થશે અને તબીબી ખાતરી આપ્યા પછી જ શરૂ થશે..પરંતુ તે બધાનો ખૂબ ખૂબ આભાર.. ❤️”

જલસામાં થયું  હોલિકા દહન

બિગ બીએ પોતાના બ્લોગમાં જલસામાં હોલિકા દહન વિશે જણાવ્યું હતું. તેમણે લખ્યું, "ગઈ રાત્રે જલસામાં હોલિકા દહન કરવામાં આવ્યું. હોળીના દિવસે તારીખને લઈને સૌ કોઈ મૂઝવણમાં હતું. જો કે ગત રાત્રે હોલિકા દહન કરવામાં આવ્યું. હું આરામ કરું છું. જો કે આ ખુશીના તહેવાર પર મારી શુભકામના તમારી સાથે છે. તમારા જીવનમાં રંગોની હોળી બહુ બધા રંગો લઈને આવે. હમણાં માટે હંમેશની જેમ આભાર.

Amitabh Bachchan Health: ઈજા બાદ અમિતાભ બચ્ચને જણાવી પોતાની હાલત, કહ્યું- 'પાટાઓ બાંધી હોળી દહન જોયું’

'પ્રોજેક્ટ કે'ના સેટ પર ઈજા થઈ

અમિતાભ બચ્ચને સોમવારે પુષ્ટિ કરી હતી કે તેમને પાંસળીમાં ઈજા થઈ છે. તેમણે પોતાના બ્લોગમાં જણાવ્યું હતું કે એક એક્શન સીન કરતી વખતે તેને ઈજા થઈ હતી, ત્યારબાદ તેમણે શૂટિંગ છોડીને મુંબઈ પરત ફરવું પડ્યું હતું. તેમણે લખ્યું, "હૈદરાબાદમાં 'પ્રોજેક્ટ કે' માટે શૂટિંગ કરતી વખતે, એક એક્શન શૉટ દરમિયાન મને ઈજા થઈ, ઇજાના લીધે શૂટ રદ કર્યું, ડૉક્ટરની સલાહ લીધી અને હૈદરાબાદની AIG હોસ્પિટલમાં સીટી દ્વારા સ્કેન કરાવ્યું અને ઘરે પાછો ગયો. સ્ટ્રેપિંગ કરવામાં આવી છે અને આરામની હિમાયત કરવામાં આવી છે. હા પીડાદાયક છે. હલનચલન અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.  તેઓ કહે છે કે સામાન્ય થવામાં થોડા અઠવાડિયા લાગશે. દુખાવા માટે કેટલીક દવાઓ પણ ચાલી રહી છે."

આ પણ વાંચો: Amitabh Bachchan Gets Injured: અમિતાભ બચ્ચન ઘાયલ, પ્રભાસના પ્રોજેક્ટ કેનું ચાલી રહ્યું હતું શૂટિંગ

Amitabh Bachchan Gets Injured: બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh  bachchan) શૂટિંગ દરમિયાન એક મોટી દુર્ઘટનાનો શિકાર બન્યા છે અને આ દરમિયાન તેમને ઈજા પણ થઈ છે. પોતાના બ્લોગ દ્વારા માહિતી આપતા અમિતાભ બચ્ચને(Amitabh  bachchan)  પોતે કહ્યું કે હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન તેમનો અકસ્માત થયો હતો. તેણે કહ્યું કે તે તેની આગામી ફિલ્મ 'પ્રોજેક્ટ કે'ના એક્શન સિક્વન્સના શૂટિંગ દરમિયાન ઘાયલ થયા છે અને હાલમાં તે મુંબઈમાં તેમના ઘરે આરામ કરી રહ્યા છે.

અમિતાભ બચ્ચનને શૂટિંગ દરમિયાન પહોંચી ઈજા 

બિગ બીએ (Amitabh  bachchan)  તેમના બ્લોગમાં લખ્યું, ke "હૈદરાબાદમાં 'પ્રોજેક્ટ કે' માટે શૂટિંગ કરતી વખતે, એક એક્શન શૉટ દરમિયાન હું ઘાયલ થયો છું.. પાંસળીની કાર્ટિલેજ પોપ થઈ ગઈ હતી અને જમણા પાંસળીના પાંજરામાં સ્નાયુ ફાટી ગયા હતા, શૂટ રદ કરવામાં આવ્યું છે. AIG હોસ્પિટલમાં ડૉક્ટરની સલાહ લીધી અને સીટી સ્કેન કર્યું. હું હૈદરાબાદથી ઘરે પાછો આવી ગયો  છું. પાટો બાંધવામાં આવ્યો છે અને બાકીની સારવાર ચાલી રહી છે. હા તે દુઃખદાયક છે, હલનચલન અને શ્વાસ લેવામાં થોડી તકલીફ છે, તેઓને સાજા થવામાં થોડા અઠવાડિયા લાગશે, તે સામાન્ય થાય તે પહેલા દુખાવો ના થાય માટે કેટલીક દવા પણ ચાલી રહી છે.

બીગ બીએ જણાવી હેલ્થ અપડેટ 

તેમણે વધુમાં કહ્યું કે, “ઈજાના કારણે જે કામ કરવાનું હતું તે હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે. જ્યાં સુધી સારવાર પૂરી ન થાય ત્યાં સુધી તમામ કામ બંધ રહેશે. અત્યારે હું જલસામાં આરામ કરી રહ્યો છું અને બધી જરૂરી પ્રવૃત્તિઓ માટે મોબાઈલ છે.. આરામ કરી કરી રહ્યો છું અને સામાન્ય રીતે સૂઈ રહ્યો છું. તે કહેવું મુશ્કેલ હશે કે  હું આજે સાંજે જલસા ગેટ પર શુભેચ્છકોને મળી શકીશ નહીં.. તેથી આવતા નહી.. અને જેઓ આવવાના છે તેમને તમે બને તેટલું કહો કે તેઓ પણ ના આવે. બાકી ઠીક છે.''

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Embed widget