શોધખોળ કરો
રિયાના કયા દાવા પર અંકિતા લોખંડે ગિન્નાઇ, ને જવાબ આપવા કેમ શેર કર્યો સુંશાંતનો ખાસ વીડિયો, જાણો વિગતે
સુશાંત મામલામાં કેટલાય પ્રકારના આરોપોનો સામનો કરી રહેલી રિયા ચક્રવર્તીએ પહેલીવાર પોતાની સ્પષ્ટતા કરી છે, રિયાએ એક ચેનલ સાથે વાત કરતા કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂતને ફ્લાઇટમાં બેસવાથી ડર લાગતો હતો. આ માટે તે એક ખાસ દવા લેતો હતો
![રિયાના કયા દાવા પર અંકિતા લોખંડે ગિન્નાઇ, ને જવાબ આપવા કેમ શેર કર્યો સુંશાંતનો ખાસ વીડિયો, જાણો વિગતે ankita lokhande slams rheas claim on sushant was in claustrophobic રિયાના કયા દાવા પર અંકિતા લોખંડે ગિન્નાઇ, ને જવાબ આપવા કેમ શેર કર્યો સુંશાંતનો ખાસ વીડિયો, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/27204131/Shushant-singh-45.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ચાલી રહેલી સીબીઆઇ અને એનસીબી તપાસમાં મુખ્ય આરોપી બનેલી રિયા પર એક્ટ્રેસ અંકિત લોખંડે ભડકી છે. રિયાએ ચક્રવર્તીએ એક ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો છે કે સુશાંત પ્લેનમાં બેસવાથી ડરતો હતો, રિયાના આ દાવા પર સુશાંતની પૂર્વ ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી અંકિતા લોખંડેએ સણસણતો જવાબ આપ્યો છે. અંકિતાએ આ માટે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને પ્રતિક્રિયા આપી છે.
સુશાંત મામલામાં કેટલાય પ્રકારના આરોપોનો સામનો કરી રહેલી રિયા ચક્રવર્તીએ પહેલીવાર પોતાની સ્પષ્ટતા કરી છે, રિયાએ એક ચેનલ સાથે વાત કરતા કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂતને ફ્લાઇટમાં બેસવાથી ડર લાગતો હતો. આ માટે તે એક ખાસ દવા લેતો હતો.
રિયાના આ દાવા પર અંકિતા લોખંડે બરાબરની ગિન્નાઇ, અને તેને સુશાંતનો એક વીડિયો શેર કરી દીધો. જેમાં સુશાંત એક ફ્લાઇટમાં સિમ્યૂલેટરની કૉકપિટ પર બેસીને ફ્લાઇટનો અનુભવ લઇ રહ્યો હતો.
અંકિતાએ આ વીડિયોને સાથે લખ્યું- શું આ #claustrophobia છે? તને ઉડવાનુ પસંદ હતુ અને તું હંમેશા પોતાના સપનાઓને જીવ્યો, અમારા બધાને તારા પર ગર્વ છે.
નોંધનીય છે કે, એક્ટ્રેસ અંકિતા લોખંડ રિયા ચક્રવર્તી પહેલા સુશાંત સિંહ રાજપૂતે ડેટ કરતી હતી, બન્ને રિલેશનશિપમાં હતા. અંકિતા અને સુશાંત એકતા કપૂરની ટીવી સીરિયલ પવિત્ર રિશ્તામાં એક સાથે જોવા મળ્યા હતા. આ શૉમાં કામ કરતાં કરતા બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. બન્નેની રિલેશનશીપ કેટલાય વર્ષો સુધી રહ્યું. પણ કારણોસર બન્ને છુટી પડી ગયા હતા.
![રિયાના કયા દાવા પર અંકિતા લોખંડે ગિન્નાઇ, ને જવાબ આપવા કેમ શેર કર્યો સુંશાંતનો ખાસ વીડિયો, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/27204142/Shushant-singh-86-300x225.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)