મનોરંજન ઈન્ડસ્ટ્રીને વધુ એક ઝટકો, જાણીતા ફિલ્મ નિર્માતા કુલજીત પાલનું હાર્ટએટેકથી નિધન
Filmmaker Kuljit Pal Passed Away: ફિલ્મ નિર્માતા કુલજીત પાલનું નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર મુંબઈના સાંતાક્રુઝ સ્મશાનગૃહમાં કરવામાં આવશે. કુલજીતે જ રેખાને ફિલ્મોમાં બ્રેક આપ્યો હતો.
Filmmaker Kuljit Pal Passed Away: જાણીતા ફિલ્મમેકર કુલજીત પાલનું નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર આજે બપોરે 12 વાગ્યે મુંબઈના સાંતાક્રુઝ સ્મશાન ગૃહમાં કરવામાં આવશે. તેમના આત્માની શાંતિ માટે 29 જૂને સાંજે 5 થી 6 દરમિયાન પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે.
હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા
કુલજીત ઘણા સમયથી બીમાર હતા.આ દરમિયાન 24 જૂને તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધી. કુલજીતના મેનેજર સંજય બાજપાઈએ ઈ ટાઈમ્સને જણાવ્યું હતું કે, "કુલજીતજીને હાર્ટ એટેક આવ્યો હતો. આ ઉપરાંત તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા."
રેખાને ફિલ્મોમાં બ્રેક કુલજિત પાલે આપ્યો હતો બ્રેક
કુલજીત પાલ એકમાત્ર એવા નિર્માતા હતા જેમણે અભિનેત્રી રેખાને ફિલ્મોમાં બ્રેક આપ્યો હતો. જો કે, તે પ્રોજેક્ટ આગળ વધી શક્યો ન હતો અને ફિલ્મ સ્થગિત કરવામાં આવી હતી. તેમની પુત્રીનું નામ અનુ પાલ છે. તેણે ફિલ્મોમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું છે. અનુ ફિલ્મ 'આજ'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં રાજીવ ભાટિયાએ માર્શલ આર્ટ ટ્રેનરની ભૂમિકા ભજવી હતી. જો કે ફિલ્મ જ્યારે રિલીઝ થઈ ત્યારે ફક્ત તેની પીઠ જ દેખાતી હતી. આ વાતને લઈને તે ખૂબ જ દુખી થયા હતા અને બાંદ્રા કોર્ટ પહોંચીને તેનું નામ અક્ષય કુમાર કરી લીધું હતું. હાલના સમયમાં અક્ષય બોલિવૂડના જાણીતા એક્ટર છે.
આ ફિલ્મો બનાવી હતી
કુલજીત પાલે પોતાની કારકિર્દીમાં અર્થ, આજ, પરમાત્મા, વાસના, દો શિકારી અને આશિયાના જેવી ફિલ્મો બનાવી છે. થોડા અઠવાડિયા પહેલા તેમણે કમ્પ્લીટ સિનેમામાં જાહેર નોટિસ જારી કરીને જાહેરાત કરી હતી કે તેણે અર્થના રિમેક અધિકાર કરારને સમાપ્ત કરી દીધો છે.
આ પણ વાંચો: અસિત મોદી વિરૂદ્ધ FIR નોંધાયા બાદ Jennifer Mistryએ કર્યો ખુલાસો, જણાવ્યું ચૂપ રહેવાનું કારણ
Jennifer Mistry On Asit Modi: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો ઘણા સમયથી વિવાદમાં છે. આ સિરિયલમાં મિસિસ રોશન સોઢીનું પાત્ર ભજવનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે નિર્માતા અસિત કુમાર મોદી પર અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. તેણે અસિત વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ પણ દાખલ કર્યો છે. પવઇ પોલીસે આ મામલે FIR નોંધી છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન જેનિફરે કહ્યું કે તે અસિતની જાહેરમાં માફી માંગવા માંગે છે.
ETimes ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં જેનિફરે અસિત મોદી વિશે વાત કરી હતી. એક્ટ્રેસે કહ્યું તેને મારા પર એટલા ગંભીર અને ખોટા આરોપ લગાવ્યા છે. જો હું આટલી જ પરેશાન કરતી હતી તો આટલો લાંબો સમય શો માં મને સહન કેમ કરી?દિલકુશના જવા બાદ મને શો માં ફરી કેમ લેવામાં આવી. હું પહેલા દિવસથી જ આ વાત કહી રહી છું હું જાહેરમાં તેમની માફી માગવા માગું છું. સોહિલે તેના જ નિવેદનને કેમ ફેરવી તોડ્યું? પહેલા હું ગાળો બોલું છું પછી હું તેની સારી મિત્ર છું અને હું તેની મદદ કરું છું
હોળી પર બે કલાકનો વિરામ પણ ન આપ્યો
અભિનેત્રીએ વધુમાં ઉમેર્યું, "છેલ્લો દિવસ હોળી અને 7 માર્ચે મારી વર્ષગાંઠ હતી. મેં પહેલેથી જ જાણ કરી દીધી હતી કે મારે અડધા દિવસની રજાની જરૂર છે કારણ કે મારી દીકરી ખરેખર તે દિવસની રાહ જુએ છે. તે હોળીની રાહ જુએ છે. મેં તેને એક વિકલ્પ પણ આપ્યો હતો. કે જો તે મને બે કલાકનો વિરામ આપે તો હું પછી આવી જઈશ. તેણે મારા સિવાય બધા માટે એડજસ્ટમેન્ટ કર્યું.હું તેને વિનંતી રહી પણ તેણે મારી વાત ન સાંભળી.
તારક મહેતાનો સેટ એક પુરુષવાદી સ્થળ છે
તેણે તમામ પુરૂષ કલાકારો માટે એડજસ્ટમેન્ટ કર્યું. તે ખૂબ જ પુરુષવાદી સ્થળ છે. સોહિલે મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું અને મને શો માંથી ચાર વાર નિકાળી દેવાની વાત કરી. ત્યારે ક્રિએટિવ પર્સન જતિને મારી કાર રોકવાનો પ્રયાસ કર્યો. આ બધું સીસીટીવી ફૂટેજમાં રેકોર્ડ થયું છે. આ બધુ મારી સાથે 7 માર્ચે થયું. મેં વિચાર્યું કે તેઓ મને બોલાવશે પરંતુ 24મી માર્ચે સોહિલે મને નોટિસ મોકલી કે મે શો છોડી દીધો છે અને તેમનું નુકસાન કર્યું છે. આ તો ઊલટું ચોર કોટવાલને ડાટે તેવી વાત થઈ. તેઓ મને ડરાવવા માંગતા હતા.
મેકર્સે જેનિફર પર પૈસા પડાવવાનો આરોપ લગાવ્યો હતો
મેં તેમને જવાબ આપ્યો કે મારી જાતીય સતામણી કરવામાં આવી છે. મેં એક ડ્રાફ્ટ મોકલ્યો હતો અને તેઓએ મને એમ કહીને પરત કરી દીધો કે હું તેમના પૈસા પડાવવા માંગતી હતી મે તે દિવસે નિર્ણય કર્યો. મને જાહેરમાં માંગવી જોઈએ. મે એક વકીલની મદદ લીધી. 8 માર્ચે મે અસિત મોદી, સોહિલ રમાની અને જતીન બજાજ એમ ત્રણેયને નોટિસ મોકલી અને બધા જ સરકારી અધિકારીઓને મેલ કરીને રજીસ્ટ્રી પણ કરાવી. મને તેના પર કોઈ જવાબ આપવો નથી. જો કે મને વિશ્વાસ છે કે તેઓ આ બધુ જોઈ રહ્યા હશે અને આ મામલાની તપાસ કરી રહ્યા હશે.
જેનિફર આટલા લાંબા સમય સુધી કેમ ચૂપ રહી?
જ્યારે પૂછવામાં આવ્યું કે તે આટલા લાંબા સમય સુધી ચૂપ કેમ રહી? આ સવાલના જવાબમાં જેનિફરે કહ્યું હતું કે, “હું બે મહિના સુધી ચૂપ રહી અને આ વિશે કોઈને પણ કહ્યું નહીં અને આજે પણ હું વાત કરવા માટે તૈયાર નથી કારણ કે આ શોએ મને નામ, પ્રસિદ્ધિ, પૈસા બધું આપ્યું છે અને હું તેની ખૂબ આભારી છું. પરંતુ આટલા વર્ષોમાં મેં જે કંઈ પણ સહન કર્યું છે તે વિશે લોકોને તેના વિશે ખબર હોવી જોઈએ. તારક મહેતામાં દરેક વ્યક્તિ બંધુઆ મજૂર છે.