શોધખોળ કરો
Advertisement
હન્દવાડામાં જવાનોની શહીદી જોઇને રડી પડ્યો આ સ્ટાર એક્ટર, ટ્વીટર પર લખી કવિતા
સેનાના આ જવાનોની શહીદી પર આખા દેશમાં ગમ છવાયેલો છે. હવે બૉલીવુડ સેલેબ્સે શહીદોની શહીદીને સલામ કરતા શ્રદ્ધાંજલિ અર્પી છે
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના હન્દવાડામાં સુરક્ષાદળો અને આંતકવાદીઓ વચ્ચે થયેલી અથડામણના પડઘા આખા દેશમાં પડ્યા છે. કેમકે આ અથડામણમાં સેનાએ બે આતંકીઓને ઠાર તો માર્યા પણ સાથે સાથે મેજર સહિત પાંચ સુરક્ષાદળોના જવાનો પણ શહીદ થઇ ગયા હતા.
સેનાના આ જવાનોની શહીદી પર આખા દેશમાં ગમ છવાયેલો છે. હવે બૉલીવુડ સેલેબ્સે શહીદોની શહીદીને સલામ કરતા શ્રદ્ધાંજલિ અર્પી છે.
હાલમાં સોશ્યલ મીડિયા પર શહીદોના પરિવારને હચમચાવી નાંખે તેવી તસવીરો વાયરલ થઇ રહી છે. મહાનાયક અમિતાભ બચ્ચનથી લઇને અનુપમ ખેર અને અનુષ્કા શર્મા સહિતના સ્ટાર્સે શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે.
આ ઘટનાએ અભિનેતા આયુષ્યમાન ખુરાનાનુ દિલ તોડી નાંખ્યુ, તેને ભાવુક થઇને એક ખાસ કવિતા શહીદોના નામે લખી, જે હાલ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.
તેને લખ્યું- "દેશ કા હર જવાન બહુત ખાસ હૈ, હૈ લડતા જબ તક શ્વાસ હૈ, પરિવારો કે સુખો કા કારાવાસ હૈ, શહીદો કી માઓ કા અનંત ઉપવાસ હૈ, ઉનકે બચ્ચૌ કો કહતે સુના હૈ- પાપા અભી ભી હમારે પાસ હૈ....
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement