શોધખોળ કરો

Bigg Boss 16 માં એન્ટ્રી કરતા જ સાજિદ ખાને મોટા રાજ પરથી પડદો ઉઠાવ્યો

ટીવીનો સૌથી વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ સીઝન 16 શરૂ થઈ ગયો છે. આ વખતે ફિલ્મ ડિરેક્ટર સાજિદ ખાન પણ શોમાં સ્પર્ધક તરીકે આવ્યા છે.

Sajid Khan In Bigg Boss 16: ટીવીનો સૌથી વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ સીઝન 16 શરૂ થઈ ગયો છે. આ વખતે ફિલ્મ ડિરેક્ટર સાજિદ ખાન પણ શોમાં સ્પર્ધક તરીકે આવ્યા છે. સાજિદ લાંબા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ હતો અને અચાનક સાજિદ ખાને બિગ બોસ ગ્રાન્ડ પ્રીમિયરમાં સ્પર્ધક તરીકે દેખાયા પછી બધાને ચોંકાવી દીધા.

સાજિદ ખાન પર વર્ષ 2018માં #MeToo  દરમિયાન કેટલીક જાતીય સતામણીનો આરોપ લાગ્યો હતો. આ પછી સાજિદ રિયાલિટી શો, ફિલ્મ પ્રમોશન, મીડિયા અને ઇન્ડસ્ટ્રીની રોયલ પાર્ટીઓમાંથી ગાયબ થઈ ગયો હતો. આ શોમાં આવ્યા બાદ સાજિદે પોતાની કારકિર્દીની નિષ્ફળતા અને વિવાદો પર વાત કરી છે.

મારા અહંકારે મને બરબાદ કર્યો

સાજિદ ખાને કહ્યું કે "સફળતા" અને અહંકારે તેને "બરબાદ" કરી દીધો. બિગ બોસ 16 ના હોસ્ટ સલમાન ખાન સાથે વાત કરતી વખતે સાજિદ ખાને ખુલાસો કર્યો કે "અક્ષય કુમાર, અજય દેવગણ, જોન અબ્રાહમ, મિથુન દા, ચિન્ટુ જી (ઋષિ કપૂર, ડબ્બુ જી (રણધીર કપૂર)) જેવા મોટા કલાકારોને નિર્દેશિત કર્યા બાદ તેનામાં ઘમંડ આવી ગયું હતું." તે "અહંકારી" બની ગયો કારણ કે તેની ફિલ્મો સારી ચાલી રહી હતી. સાજિદે કહ્યું- "એક કહેવત છે કે "નિષ્ફળતા લોકોને બરબાદ કરી દે છે, મારા કિસ્સામાં, સફળતાએ મને બરબાદ કરી દીધો."

View this post on Instagram
 
A post shared by ColorsTV (@colorstv)

જ્યારે ફિલ્મો હિટ થતી હતી ત્યારે ગર્વ અનુભવતો હતો

સાજિદ ખાનના જણાવ્યા મુજબ, જ્યારે તેણે "ત્રણ બેક-ટુ-બેક હિટ" આપી, ત્યારે તે માનવા લાગ્યો કે તે "શ્રેષ્ઠ છે અને ક્યારેય ખોટી ફિલ્મ બનાવી શકે નહીં". પરંતુ જ્યારે વાસ્તવિકતાએ તેમને અરીસો બતાવ્યો, ત્યારે 2013ની ફિલ્મ હિમ્મતવાલા અને 2014ની કોમેડી-રોમાન્સ હમશકલ્સ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે નિષ્ફળ ગઈ.

હાઉસફુલ 4માંથી રાતોરાત હટાવી દેવામાં આવ્યો

સાજિદે વર્ષ 2019માં આવેલી ફિલ્મ હાઉસફુલ 4માંથી ડિરેક્ટર પદ છોડવાની વાત પણ કરી હતી. તેણે કહ્યું, “હમશકલ્સ ફિલ્મ ફ્લોપ થયા પછી મેં લોકોથી મારો ચહેરો છુપાવી દીધો, તે પછી, મેં હાઉસફુલ 4 લખવાનું શરૂ કર્યું અને ફિલ્મનો અડધો ભાગ નિર્દેશિત કર્યો. રાત સુધી હું ફિલ્મ પર કામ કરી રહ્યો હતો અને સવારે અચાનક મને ફિલ્મમાંથી બહાર કરી દેવામાં આવ્યો. મારી પાસેથી ફિલ્મની મારી ક્રેડિટ પણ છીનવાઈ ગઈ. પછી મેં વિચાર્યું કે તે ભગવાનનો કોઈ સંકેત છે કે મારે એક સારા વ્યક્તિ બનવું છે."

સાજિદ પર જાતીય શોષણના ગંભીર આરોપો હતા

2018માં Metoo આંદોલનની શરૂઆત થઈ હતી. આ ચળવળમાં મહિલાઓએ તેમની સાથે થયેલા યૌન શોષણ, બળાત્કાર અને છેડતીની ઘટનાઓ વિશે જણાવ્યું. ત્યારબાદ અભિનેત્રી સલોની ચોપરા, રશેલ વ્હાઈટ અને મંદાના કરીમી તેમજ પત્રકાર કરિશ્મા ઉપાધ્યાય સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કેટલીક અભિનેત્રીઓએ નિર્દેશક સાજીદ ખાન પર જાતીય સતામણીનો ગંભીર આરોપ લગાવ્યો હતો.

આ આરોપો બાદ સાજિદ ખાનને ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ એસોસિએશન દ્વારા એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. સાજિદને તેની દિગ્દર્શિત ફિલ્મ હાઉસફુલ 4માંથી પણ પડતો મૂકવામાં આવ્યો હતો.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
Embed widget