શોધખોળ કરો

57 વર્ષનો Salman Khan હવે કરવા માંગે છે લગ્ન? આખરે દુનિયા સામે કરી દિલની વાત, કહ્યું- ‘પોતાની મરજીથી એકલો નથી’

Bigg Boss 16:  એક તરફ 'બિગ બોસ 16'નો ગ્રાન્ડ ફિનાલે હતો અને દરેક જગ્યાએ મસ્તીનો માહોલ હતો. બીજી તરફ હોસ્ટ સલમાન ખાને સિંગલ હોવા અંગે મોટી વાત કરી હતી.

Salman Khan On Being Single: સલમાન ખાન બી-ટાઉનનો ડાઇ-હાર્ડ બેચલર છે. 57 વર્ષીય સલમાન ખાનના જીવનમાં ઘણી સુંદર મહિલાઓ આવી અને ગઈ. આ મહિલાઓના પ્રેમમાં પણ પડ્યો અને ઘણા વર્ષો તે રિલેશનશિપમાં પણ રહ્યો. જો કે તેમાંથી તે કોઈ સાથે સેટલ ન થઈ શક્યો. સલમાનની લવ લાઈફમાં જેટલા ટ્વિસ્ટ અને ટર્ન આવ્યા તે ભાગ્યે જ કોઈના જીવનમાં આવ્યા હશે. જોકે, હવે ભાઈજાન લગ્નના મૂડમાં નથી. આ સવાલ દરેક લોકોના મનમાં છે કે સલમાન ક્યારે લગ્ન કરશે? જો કે હવે એવું લાગી રહ્યું છે કે સલમાન ખાનને લગ્નના થવાનો અફસોસ થઇ રહ્યો છે તે તેના તાજેતરના નિવેદન પરથી લાગી રહ્યું છે.

આખરે દુનિયા સામે સલમાને કરી દિલની વાત

ગઈકાલે રાત્રે એટલે કે 12 ફેબ્રુઆરી, 2023ના રોજ 'બિગ બોસ 16'નો ગ્રાન્ડ ફિનાલે હતો. 5 કલાક સુધી ચાલેલા આ શોમાં ખૂબ જ મજા આવી અને 5 ફાઇનલિસ્ટમાંથી એકને બહાર કરવામાં આવ્યો. શાલિન ભનોટ 5મો ફાઇનલિસ્ટ હતો, જેને બહાર કરવામાં આવ્યો હતો. બિગ બોસના ઘરમાંથી બહાર નીકળ્યા બાદ તે સ્ટેજ પર આવ્યો અને સલમાન ખાને તેને ખૂબ ચીડવ્યો. તેણે શાલીનને બઝર ગિફ્ટ કર્યું અને ટીના દત્તા સાથેના તેના સંબંધોની મજા લીધી.

સિંગલ હોવા પર સલમાન ખાને શું કહ્યું ?

શાલીન ભનોટે જે તેની મસ્તીથી ભરપૂર સ્ટાઈલ માટે જાણીતો છે તેણે શોમાં કહ્યું કે તેણે સલમાન ખાન પાસેથી કંઈક શીખ લીધી છે. તેણે કહ્યું કે હવે તે સલમાનની જેમ એકલા રહેવાની યોજના બનાવી રહ્યો છે. શાલીનની આ બાબત પર સલમાન કંઈક એવું બોલે છે જે લોકોને વિચારવા મજબૂર કરી દે છે કે કદાચ હવે સલમાન પણ સેટલ થવા માંગે છે. સલ્લુ મિયાંએ કહ્યું, હું પોતાની મરજીથી સિંગલ નથી

સલમાન ખાનના અફેર

તમને જણાવી દઈએ કે સલમાન ખાને ઘણી અભિનેત્રીઓને ડેટ કરી છે. સંગીતા બિજલાની, ઐશ્વર્યા રાય બચ્ચન, કેટરિના કૈફ, જેકલીન ફર્નાન્ડિઝ, યુલિયા વંતુર જેવી સુંદર સુંદરીઓ સાથે તેનું નામ જોડવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Kisi Ka Bhai Kisi Ki Jaan: સલમાન ખાનનું 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું પહેલું ગીત રિલીઝ, વેલેન્ટાઈન વીકમાં 'નય્યો લગદા'થી લૂંટાવ્યો પ્રેમ

Kisi Ka Bhai Kisi Ki Jaan Naiyo Lagda Song Released: હિન્દી સિનેમાના દમદાર અભિનેતા સલમાન ખાનની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' નું પહેલું લેટેસ્ટ ગીત 'નય્યો લગદા' રિલીઝ થયું. સલમાન ખાને સોશિયલ મીડિયા પર આ ગીતનું ટીઝર રિલીઝ કરીને ચાહકોનો ઉત્સાહ વધાર્યો હતો. આવી સ્થિતિમાં વેલેન્ટાઇન વીકમાં સલમાન ખાન અને બોલિવૂડની જાણીતી અભિનેત્રી પૂજા હેગડેનું ગીત 'નય્યો લગદા' ચાહકોના દીલને રીઝવવા માટે આવી ગયું છે.

સલમાન ખાનનું 'નય્યો લગદા' ગીત રિલીઝ

ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'ની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ 'અંતિમ' બાદ સલમાન આ ફિલ્મ દ્વારા મોટા પડદા પર કમબેક કરી રહ્યો છે. આવી સ્થિતિમાં ચાહકો ભાઈજાનની આ ફિલ્મ સાથે સંબંધિત દરેક અપડેટ માટે ખૂબ જ ઉત્સુક છે. આ દરમિયાન 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું પહેલું ગીત 'નય્યો લગદા સોંગ' રિલીઝ થયું હતું. આ રોમેન્ટિક ગીતમાં સલમાન ખાન બી-ટાઉનની જાણીતી અભિનેત્રી પૂજા હેગડે સાથે રોમાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ ગીતમાં બોલિવૂડના પ્રખ્યાત ગાયકો પલક મુછલ અને કમાલ ખાને પોતાનો કરિશ્માઈ અવાજ આપ્યો છે. જ્યારે પ્રખ્યાત મ્યુઝિક કમ્પોઝર હિમેશ રેશમિયાએ 'નય્યો લગદા' ગીત કમ્પોઝ કર્યું છે. વેલેન્ટાઈન વીકમાં રિલીઝ થયેલું સલમાન ખાનનું આ રોમેન્ટિક ગીત લોકો સુધી આસાનીથી આવશે. રિલીઝની સાથે જ ચાહકોને 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું ગીત 'નય્યો લગદા' પસંદ આવી રહ્યું છે.

'કિસી કા ભાઈ કિસી કી જાન' ક્યારે રિલીઝ થશે?

સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'ની રિલીઝ દરમિયાન સલમાન ખાનની 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ટીઝરમાં ભાઈજાનનો એક્શન અવતાર સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેમજ આ ટીઝરે સલમાનની આ ફિલ્મ માટે ચાહકોની ઉત્તેજના બમણી કરી દીધી છે. જેના કારણે દરેક લોકો 'કિસી કા ભાઈ કિસી કી જાન'ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે.

સલમાન ખાનની 'કિસી કા ભાઈ કિસી કી જાન' આ વર્ષે ઈદ 2023 એટલે કે 21 એપ્રિલે રિલીઝ થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ
Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch VideoBZ Scam: ચાર જાણીતા ક્રિકેટર્સે કર્યું કરોડોનું રોકાણ, ચારેયને CID ક્રાઈમનું તેડું | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ
Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?
મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ
હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
Embed widget