શોધખોળ કરો

બે પાવરફુલ મુસ્લિમ દેશો વચ્ચે જંગના એંધાણ ? યમનમાં એર સ્ટ્રાઈક બાદ મિત્રો બન્યા દુશ્મન, જાણો અંદરની વાત

Saudi UAE conflict 2025: આ હુમલા બાદ સ્થિતિ વધુ વણસી ગઈ હતી. યમનમાં સાઉદી સમર્થિત સરકારે યુએઈના દળોને દેશ છોડવા માટે 24 કલાકનું અલ્ટીમેટમ (Ultimatum) આપ્યું હતું.

Saudi UAE conflict 2025: મધ્ય પૂર્વ (Middle East) ના બે સૌથી શક્તિશાળી મુસ્લિમ દેશો, સાઉદી અરેબિયા અને યુએઈ, જે એક સમયે અતૂટ મિત્રતાનું ઉદાહરણ હતા, આજે એકબીજાના કટ્ટર હરીફ બની ગયા છે. યમન મુદ્દાને લઈને બંને દેશો વચ્ચેની ખાઈ એટલી પહોળી થઈ ગઈ છે કે હવે ખુલ્લેઆમ સૈન્ય કાર્યવાહી શરૂ થઈ છે. તાજેતરમાં જ સાઉદી અરેબિયા દ્વારા યુએઈના શસ્ત્રો ભરેલા જહાજ પર કરાયેલા હવાઈ હુમલા (Air Strike) એ ગલ્ફ દેશોના રાજકારણમાં ભૂકંપ સર્જ્યો છે. આ અહેવાલમાં જાણીએ કે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) અને શેખ મોહમ્મદ બિન ઝાયેદ (MBZ) વચ્ચેની મિત્રતા દુશ્મનાવટમાં કેમ ફેરવાઈ ગઈ?

યમનમાં એર સ્ટ્રાઈક અને 24 કલાકનું અલ્ટીમેટમ

તાજેતરના ઘટનાક્રમ મુજબ, 30 ડિસેમ્બર, 2025 ના રોજ સાઉદી અરેબિયાની આગેવાની હેઠળના ગઠબંધને યમનના દક્ષિણ બંદર શહેર મુકલ્લા પર જોરદાર બોમ્બમારો કર્યો હતો. સાઉદી સૈન્યનો દાવો છે કે તેમણે યુએઈ દ્વારા સમર્થિત અલગતાવાદી જૂથો માટે મોકલવામાં આવેલા શસ્ત્રોના કન્સાઈનમેન્ટ (Weapons Shipment) ને નિશાન બનાવ્યું હતું. સાઉદી અરેબિયાએ સ્પષ્ટ આરોપ લગાવ્યો કે આ શસ્ત્રોનો ઉપયોગ તેમના વિરુદ્ધ થઈ શકે છે.

આ હુમલા બાદ સ્થિતિ વધુ વણસી ગઈ હતી. યમનમાં સાઉદી સમર્થિત સરકારે યુએઈના દળોને દેશ છોડવા માટે 24 કલાકનું અલ્ટીમેટમ (Ultimatum) આપ્યું હતું. દબાણને વશ થઈને યુએઈના સંરક્ષણ મંત્રાલયે યમનમાંથી પોતાની સૈન્ય હાજરી સમેટી લેવાની જાહેરાત કરી છે. જોકે, યુએઈએ સાઉદીના દાવાને ફગાવતા કહ્યું હતું કે જહાજમાં માત્ર સૈન્ય પુરવઠો હતો, હથિયારો નહીં.

ક્યારેક હતા જિગરી દોસ્ત: ઈરાન સામે એક હતું ગઠબંધન

ઈતિહાસ પર નજર કરીએ તો, 2010 ના દાયકાની શરૂઆતમાં બંને દેશો વચ્ચે ગાઢ સંબંધો હતા. બંને દેશો સુન્ની મુસ્લિમ બહુમતી ધરાવતા અને તેલ અર્થતંત્ર (Oil Economy) પર નિર્ભર રાષ્ટ્રો છે. તે સમયે ઈરાનના વધતા પ્રભાવ અને ઈસ્લામિક ઉગ્રવાદ સામે MBS અને MBZ એક સાથે ઉભા હતા. 2011 માં બહેરીનમાં બળવો દબાવવો હોય કે 2013 માં ઈજિપ્તમાં મુસ્લિમ બ્રધરહુડની સરકાર ઉથલાવવી હોય, બંને દેશોએ સંયુક્ત મોરચો (Joint Front) બનાવીને કામ કર્યું હતું. પરંતુ હવે આ ચિત્ર બદલાઈ ગયું છે.

આર્થિક હરીફાઈ અને સત્તાનો જંગ: અસલી કારણ શું?

નિષ્ણાતોના મતે, આ દુશ્મનાવટનું મૂળ કારણ હવે માત્ર ધર્મ કે સુરક્ષા નથી, પરંતુ આર્થિક વર્ચસ્વ (Economic Dominance) છે.

Vision 2030 vs Dubai: યુએઈનું દુબઈ વર્ષોથી ગલ્ફનું બિઝનેસ હબ રહ્યું છે. હવે સાઉદી અરેબિયા તેના 'વિઝન 2030' અંતર્ગત રિયાધ અને નિયોમ સિટી (Neom City) ને વૈશ્વિક હબ બનાવવા માંગે છે, જે સીધો યુએઈને પડકાર છે.

ઈમ્પોર્ટ પ્રતિબંધો: સાઉદીએ 2021 થી યુએઈના ફ્રી ઝોનમાંથી આવતી વસ્તુઓ પર આયાત પ્રતિબંધો લાદ્યા છે.

પ્રોક્સી વોર: બંને દેશો અલગ-અલગ જગ્યાએ અલગ જૂથોને સમર્થન આપી રહ્યા છે. જેમ કે સુદાનમાં યુએઈ RSF ને તો સાઉદી SAF ને ટેકો આપે છે. લિબિયામાં પણ બંનેના રસ્તા અલગ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget