શોધખોળ કરો
Advertisement
બીજાના ઝઘડામાં વચ્ચે પડ્યો આ એક્ટર તો ગુંડાઓએ તેને જ બરાબરનો ફટકાર્યો, તસવીરો વાયરલ
ગુંડાઓએ પ્રિતમ સિંહ પર હુમલો કરી દીધો અને હાથ-પગ અને પીઠના ભાગમાં ઇજા પહોંચાડી હતી. આની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે
મુંબઇઃ રેડિયો જૉકી અને બિગ બૉસ સિઝન 8ના ફાઇનાલિસ્ટ રહી ચૂકેલા પ્રિતમ સિંહને ગુંડાઓ દ્વારા માર મારવાની ઘટના સામે આવી છે. પ્રિતમ એક કપલને ગુંડાઓથી બચાવી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી, આ દરમિયાન ગુંડાઓએ પ્રિતમ સિંહ પર હુમલો કરી દીધો અને હાથ-પગ અને પીઠના ભાગમાં ઇજા પહોંચાડી હતી. આની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
પ્રિતમ સિંહે ખુદ સોશ્યલ મીડિયા પર તસવીરો શેર કરી હતી, અને લખ્યુ કે- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે એક છોકરી અને એક છોકરાને કેટલાક ગુંડાઓ હેરાન પરેશાન કરી રહ્યાં હતા, માર-મારી રહ્યાં હતા. આ ઘટના મુંબઇના બાંગુર નગરના સિગ્લન પર થઇ હતી. ત્યારે તે ત્યાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેને ગુંડાઓને મારતા જોયા.
પ્રિતમ સિંહે આગળ લખ્યું, મે જેવુ જોયુ તો મારી કાર ઉભી રાખી અને તેમની મદદ કરવા પહોંચ્યો હતો. ત્યારે તેમને મારા પર હુમલો કરી દીધો હતો, મારા ગાડીમાં પણ તોડફોડ કરી, છોકરા-છોકરીને વધારે વાગ્યુ છે અને હૉસ્પીટલમાં ભરતી છે.Incident took place in bangur nagar signal A boy and a girl was brutally beaten up by goons I was passing by I stopped my car and try to help them in that chaos they damaged my car and also hurt me @MumbaiPolice #ShivSena the boy badly hurt admitted to the nearby hospital.
— Pritam Singh (@iampritampyaare) March 8, 2020
પ્રિતમ સિંહ આ કપલના ઝગડામાં રસ્તાં પર વચ્ચે પડ્યા તેથી ગુંડાઓએ તેમને પણ માર માર્યો હતો. હાલ આ તમામ આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે.Brutally beaten last night by goons n was later admitted to hospital.. pic.twitter.com/7S7F6xPCvS
— Pritam Singh (@iampritampyaare) March 8, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement