અમરસિંહની આ હોટ એક્ટ્રેસ સાથેની ‘સેક્સ ટેપ’ના કારણે ખળભળાટ મચ્યો હતો, બંનેએ શું કરી હતી વાત ? જાણો વિગત
રાજ્યસભાના સાંસદ અમર સિંહનું સિંગાપોરની એક હૉસ્પિટલમાં શનિવારે નિધન થઈ ગયું.
નવી દિલ્હીઃ રાજ્યસભાના સાંસદ અમર સિંહનું સિંગાપોરની એક હૉસ્પિટલમાં શનિવારે નિધન થઈ ગયું. અમર સિંહ લાંબા સમયથી બિમાર હતા અને સિંગાપોરમાં તેમની સારવાર ચાલી રહી હતી. 2013માં અમર સિંહની કિડની ફેલ થઈ ગઈ હતી, જે બાદ તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી પણ એ પછી તેમની તબિયત બગડતી ગઈ હતી.
અમરસિંહ સતત ચર્ચામાં રહેતા હતા. સિંહ એક સમયમાં સમાજવાદી પાર્ટીના ટોચના નેતા ગણતા હતા અને તેઓ મુલાયમસિંહ યાદવના ખાસ હતા. અમર સિંહના બોલીવુડમાં પણ જોરદાર કનેક્શન્સ હતા અને તેમની હોટ અભિનેત્રી બિપાશા બસુ સાથેની સેક્સ ટેપના કારણે ભારે વિવાદ થયો હતો. બિપાશા અને જોન અબ્રાહમના સંબંધોનો અંત આ ટેપના કારણે આવ્યો હોવાનું મનાય છે.
અમર સિંહ અને બિપાશા બસુ વચ્ચેની આ ટેપમાં અમર સિંહ બિપાશા સાથે અશ્લીલ વાતો કરી રહ્યા છે. બિપાશા કહે છે કે, આપણે એક મહિનાથી મળ્યા નથી. અમર સિંહ તેને બહુ જલદી મળીશું એવું આશ્વાસન આપે છે. આ વાતચીતમાં બિપાશા અને અમર સિંહ એકબીજાને સ્વીટી અને બેબી જેવાં અંગત સંબોધનોથી સંબોધે છે. અમર સિંહ શારીરિક સંબંધો અંગે પણ કોમેન્ટ કરે છે.
આ ટેપ 2009માં બહાર આવી ત્યારે ખળભળાટ મચ્યો હતો. બિપાશા એ સમયે ટોચની એક્ટ્રેસ મનાતી હતી. બિપાસાએ આ ટેપમાં પોતાનો અવાજ નહીં હોવાનો દાવો કરીને આ વાત સાબિત કરવા પડકાર ફેંક્યો હતો. સામે અમરસિંહે પોતાનો અવાજ હોવાનું કબૂલીને સામે બિપાશા નહીં હોવાનો દાવો કર્યો હતો.