શોધખોળ કરો
Advertisement
સૈફ અલી ખાનની વેબ સીરીઝ 'TANDAV'ને બેન કરવાની માંગ, ભાજપ MLAએ નોંધાવી ફરિયાદ
ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રામ કદમે સીરીઝના મેકર્સની સામે હિંદુ દેવતાઓના અપમાનનો આરોપ લગાવતા ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મુંબઈ: સૈફ અલી ખાન અને ડિમ્પલ કપાડિયાની મલ્ટી સ્ટારર વેબ સીરીઝ તાંડવ રિલીઝ થતા જ વિવાદોમાં આવી ગઈ છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રામ કદમે સીરીઝના મેકર્સની સામે હિંદુ દેવતાઓના અપમાનનો આરોપ લગાવતા ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ભાજપ સાંસદ મનોજ કોટકે પણ કેંદ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને પત્ર લખની 'તાંડવ' પર બેન લગાવવાની માંગ કરી છે.
રામ કદમે તાંડવના મેકર્સ સામે ફરિયાદ નોંધાવતા કહ્યું કે 'સીરીઝના અભિનેતા, નિર્દેશક અને નિર્માતા સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આ સિવાય મહારાષ્ટ્રથી ભાજપના સાંસદ મનોજ કોટકે પ્રકાશ જાવડેકરને પત્ર લખી કહ્યું, એવું લાગે છે કે તાંડવના નિર્માતાઓએ જાણી જોઈ હિંદૂ દેવતાઓ અને હિંદુ ધાર્મિક ભાવનાઓનું અપમાન કર્યું છે.'
શું છે વિવાદ?
તાંડવ વેબ સીરીઝ પર વિવાદ પ્રથમ એપિસોડના એક સીનનો છે. જેમાં અભિનેતા મોહમ્મદ જીશાન અયૂબ ભગવાન શિવ બનેલા જોવા મળે છે અને યુનિવર્સિટીના વિદ્યાર્થીને સંબોધિત કરતા કહે છે કે આખરે તમારે કોનાથી આઝાદી જોઈએ. તેમના મંચ પર આવતા જ એક મંચ સંચાલક કહે છે, નારાયણ-નારાયણ. પ્રભુ કંઈક કરો. રામજીના ફોલોઅર્સ સતત સોશિયલ મીડિયા પર વધી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion