Bollywood : નસીરુદ્દીન શાહે આખે આખા બોલિવુડનો ઉધડો લીધો, મુસ્લીમને લઈ કહ્યું કે...
નસીરુદ્દીનની પત્ની રત્ના પાઠક પણ અભિનેતાનું સમર્થન કરતાં બોલિવૂડ પર નિશાન સાધ્યું હતું. નસીરુદ્દીન અને રત્ના ગયા વર્ષે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થયા હતાં જ્યાં તેઓએ આ નિવેદનો આપ્યા હતા.
![Bollywood : નસીરુદ્દીન શાહે આખે આખા બોલિવુડનો ઉધડો લીધો, મુસ્લીમને લઈ કહ્યું કે... Bollywood : Hindi films make fun of communities like Sikhs, Parsis and Muslims : Naseeruddin Shah Bollywood : નસીરુદ્દીન શાહે આખે આખા બોલિવુડનો ઉધડો લીધો, મુસ્લીમને લઈ કહ્યું કે...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/25/16375ebede78665934c4b796f82d5900167733300026181_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Hindi films make fun of communities : બોલિવુડના દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહ ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. અભિનેતાનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર પ્રહારો કર્યા છે. વીડિયોમાં તેઓ કહી રહ્યો છે કે, બોલિવૂડ ફિલ્મોમાં દરેક સમુદાયની મજાક ઉડાવવામાં આવી છે. જેમાં શીખ, ખ્રિસ્તી, મુસલમાન બક્ષવામાં નથી આવ્યા. છેલા 100 વર્ષથી આમ થઈ રહ્યું છે અને આ એક પરંપરા બની ગઈ છે.
નસીરુદ્દીનની પત્ની રત્ના પાઠક શાહે પણ અભિનેતાનું સમર્થન કરતાં બોલિવૂડ પર નિશાન સાધ્યું હતું. નસીરુદ્દીન અને રત્ના ગયા વર્ષે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થયા હતાં જ્યાં તેઓએ આ નિવેદનો આપ્યા હતા.
નસીરુદ્દીન શાહે બોલિવૂડ પર કર્યા પ્રહાર
આ વીડિયોમાં નસીરુદ્દીન શાહે કહ્યું હતું કે, હિન્દી ફિલ્મોએ કયા સમુદાયને બક્ષ્યો છે? તમે મને એમ જણાવો કે કયો સમુદાય બચ્યો છે. તે સ્ટીરિયોટાઇપિંગમાં માસ્ટર છે. શીખોની મજાક ઉડાવવામાં આવી, પારસીઓની મજાક ઉડાવવામાં આવી, ખ્રિસ્તીઓની મજાક ઉડાવવામાં આવી. મુસ્લિમ હંમેશા એક વફાદાર મિત્ર હોય છે, જે એક હીરોનો જીવ બચાવતા અંતે મૃત્યુ પામ્યો. પણ તે મૃત્યુ ચોક્કસ પણે પામતો.
'સમુદાયની મજાક ઉડાવવી એ 100 વર્ષ જૂની પરંપરા છે'
72 વર્ષીય નસીરુદ્દીન શાહ આગળ કહે છે કે, બીજાની તકલીફો પર હસવું એ આપણી રાષ્ટ્રીય લાક્ષણિકતા છે. આપણી જાત પર કેવી રીતે હસવું તે આપણે જાણતા નથી. અને જો કોઈ અમારી મજાક ઉડાવે તો અમને ખરાબ લાગે છે, અમે બીજાની મજાક ઉડાવતા બે વાર વિચારતા નથી અને આપણી ફિલ્મોએ તેને પ્રોત્સાહન આપ્યું છે. ખૂબ જ સતત અને ઇરાદાપૂર્વક કરવામાં આવે છે. લાંબો સમય થઈ ગયો. આપણે 100 વર્ષથી ફિલ્મો બનાવીએ છીએ. આપણે ખૂબ બડાઈઓ હાંકીએ છીએ. કોઈ એવું કહેતું નથી કે આપણે 100 વર્ષથી એક જ ફિલ્મો બનાવી રહ્યા છીએ. અને આ 100 વર્ષ જૂની પરંપરા છે કે આ સમુદાયની મજાક કરો, તે સમુદાયની મજાક કરો અને આ કરો, તે કરો અને તમે આ કરી શકો છો, તમે તે કરી શકતા નથી.
રત્ના પાઠકે પણ અભિનેતાને આપ્યો ટેકો
દરમિયાન, રત્ના પાઠક શાહ પણ કહે છે, વધુ રમૂજ કરવા સ્ત્રીને જાડી, પુરૂષ એકદમ દુર્બળ, દારૂડિયો. શું આપણી પાસે રમજુ માટે બસ આ જ વિકલ્પો છે?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)