શોધખોળ કરો
Advertisement
મુકેશ અંબાણીના એન્ટિલિયામાં યોજાઈ ભાણીની પ્રી-વેડિંગ પાર્ટી, કઈ-કઈ હસ્તીઓ જોવા મળી? જુઓ આ રહી તસવીરો
રવિવારે 10 નવેમ્બરે મુકેશ અંબાણીની બહેન નીના કોઠારીની પુત્રીની પ્રી-વેડિંગ પાર્ટી યોજાઈ હતી. જેમાં અનેક હસ્તીઓ જોવા મળી હતી
મુંબઈ: ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને અનિલ અંબાણીને ભારતમાં તમામ લોકો ઓળખે છે પરંતુ તેમની બહેનો નીના કોઠારી અને દિપ્તિ સલગાંવકરને બહુ ઓછાં લોકો ઓળખે છે.
રવિવારે 10 નવેમ્બરે નીના કોઠારીની પુત્રીની પ્રી-વેડિંગ પાર્ટી યોજાઈ હતી. આ પાર્ટીમાં બોલિવુડ હસ્તીઓ જોવા મળી હતી. પાર્ટી મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયામાં રાખવામાં આવી હતી.
રવિવારે 10 નવેમ્બરે નીના કોઠારીની પુત્રીની પ્રી-વેડિંગ પાર્ટી યોજાઈ હતી. આ પાર્ટીમાં બોલિવુડ હસ્તીઓ જોવા મળી હતી. પાર્ટી મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયામાં રાખવામાં આવી હતી.
બોલિવુડના સ્ટાર કપલ શાહિદ કપૂર અને મીરાં રાજપૂત પણ નીના કોઠારીની પુત્રી નયનતારાની પ્રી-વેડિંગ પાર્ટીમાં પહોંચ્યા હતાં.
પાર્ટીમાં બચ્ચન પરિવારમાંથી અભિષેક અને ઐશ્વર્યા હાજર રહી હતી. ઐશ્વર્યાએ રેડ ડ્રેસની સાથે લાઈટ જ્વેલરી પહેરી હતી જ્યારે અભિષેક બ્લેક રંગના સૂટમાં જોવા મળ્યો હતો.
મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી પણ પાર્ટીમાં મિત્રો સાથે જોવા મળી હતી. પીચ કલરના આઉટફિટમાં ઈશા સુંદર લાગતી હતી.
પાર્ટીમાં ઈશા અંબાણીનો પતિ અને પિરામલ ગ્રુપના એક્ઝીક્યુટિવ ડિરેક્ટર આનંદ પિરામલ પણ જોવા મળ્યો હતો.
ભાણીના પ્રી-વેડિંગ ફંક્શનમાં નાના મામા-મામી એટલે કે અનિલ અંબાણી અને ટીના અંબાણી પણ હાજર રહ્યા હતા.
આકાશ અંબાણીની પત્ની શ્લોકા તેમને આવકારવા પહોંચી હતી. પાર્ટીમાં મુકેશ અંબાણીના મમ્મી કોકિલાબેન અંબાણી પણ જોવા મળ્યા હતા.
પાર્ટીમાં મુકેશ અંબાણીનો સૌથી નાનો દીકરો અનંત અંબાણી પણ જોવા મળ્યો હતો.
પાર્ટીમાં અનેક હસ્તીઓ જોવા મળી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ખેતીવાડી
Advertisement
gujarati.abplive.com
Opinion