Chhaava Box Office Collection: વિક્કી કૌશલની છાવાએ તોડ્યા તમામ રેકોર્ડ, 600 કરોડ ક્લબમાં સામેલ
વિકી કૌશલની ફિલ્મ છાવા ચર્ચામાં રહે છે. તેણે આ ફિલ્મમાં છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ હતી.

Chhaava Box Office Collection: વિકી કૌશલની ફિલ્મ છાવા ચર્ચામાં રહે છે. તેણે આ ફિલ્મમાં છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ હતી. ત્યારથી આ ફિલ્મ ચાહકોના દિલ પર રાજ કરી રહી છે. વિકી કૌશલની એક્ટિંગે ચાહકોને પ્રભાવિત કર્યા હતા. આ ફિલ્મનું નિર્દેશન લક્ષ્મણ ઉતેકરે કર્યું હતું. આ ફિલ્મમાં રશ્મિકા મંદન્નાએ લીડ રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મમાં અક્ષય ખન્નાએ ઔરંગઝેબની ભૂમિકા ભજવી હતી. ફિલ્મને શાનદાર રિવ્યુ મળ્યા હતા. હવે આ ફિલ્મ નેટફ્લિક્સ પર 11 એપ્રિલે રિલીઝ કરવામાં આવી છે.
છાવાએ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ્યા
આ સાથે ફિલ્મે બોક્સ ઓફિસ પરના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ફિલ્મ હજુ પણ થિયેટરમાં ચાલી રહી છે. આ ફિલ્મ 600 કરોડના ક્લબમાં પણ સામેલ થઈ ગઈ છે. છાવાએ ભારતમાં રૂ. 600 કરોડનું કલેક્શન કર્યું છે. છાવા બોલિવૂડની ત્રીજી ફિલ્મ બની છે. આ પહેલા શાહરૂખ ખાન અને એટલીની એક્શન ફિલ્મ જવાન અને શ્રદ્ધા કપૂરની સ્ત્રી 2 સામેલ છે.
સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, ફિલ્મે 64માં દિવસે 0.05 કરોડનું કલેક્શન કર્યું હતું. આ સાથે ફિલ્મે 601.1 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. તમને જણાવી દઈએ કે છાવાએ 31 કરોડની ઓપનિંગ કરી હતી. ફિલ્મે પ્રથમ સપ્તાહમાં રૂ. 219.25 કરોડ, બીજા સપ્તાહમાં રૂ. 180.25 કરોડ, ત્રીજા સપ્તાહમાં રૂ. 84.05 કરોડ, ચોથા સપ્તાહમાં રૂ. 55.95 કરોડ, પાંચમા સપ્તાહમાં રૂ. 33.35 કરોડ, છઠ્ઠા સપ્તાહમાં રૂ. 16.3 કરોડ, સાતમા સપ્તાહમાં 6.55 કરોડ અને આઠમા અઠવાડિયે 4.1 કરોડ અને નવમા અઠવાડિયે રૂ. 1.25 કરોડનું કલેક્શન કર્યું હતું.
જવાન અને સ્ત્રી 2નું કલેક્શન આટલુ હતું
તમને જણાવી દઈએ કે જવાનનું ઓલ ટાઈમ કલેક્શન 640.25 કરોડ રૂપિયા હતું. ફિલ્મના હિન્દી વર્ઝને રૂપિયા 582.31 કરોડ, તમિલ વર્ઝન રૂપિયા 30.08 કરોડ અને તેલુગુ વર્ઝનએ રૂપિયા 27.86 કરોડનું કલેક્શન કર્યું હતું. જ્યારે સ્ત્રી 2 એ 627.02 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું.
છાવાની વાત કરીએ તો આ ફિલ્મે દુનિયાભરમાં 807.40 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. તે 2025ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. આ ફિલ્મમાં વિક્કી કૌશલની એક્ટિંગને ખૂબ જ પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મમાં વિક્કી કૌશલ સિવાય રશ્મિકા મંદન્ના પણ જોવા મળે છે. આ ફિલ્મને ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી છે.





















