શોધખોળ કરો
Advertisement
Lockdown: બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની અપીલ- સરકારે સાંજે દારુની દુકાન ખુલ્લી રાખવી જોઈએ, લોકોનો સ્ટ્રેસ દૂર થશે
દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જેના પગલે સરકારે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. વધીને આજે 944 થઈ છે. કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 20 લોકોના મોત થયા છે.
મુંબઈ: કોરોના વાયરસથી વિશ્વભરમાં કોહરામ મચી ગયો છે. દિવસેને દિવસે લોકો વાયરસની ઝપેટમાં આવી રહ્યાં છે. સ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે અત્યાર સુધી હજારો લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ભારતમાં પણ તેનો પ્રકોપ વધી રહ્યો છે. જેના કારણે સરકારે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. તેની વચ્ચે દિગ્ગજ એક્ટર ઋષિ કપૂરે એક અનોખો આઈડિયા આપ્યો છે.
ઋષિ કપૂરે અપીલ કરતા કહ્યું કે, આ સમયે રાજ્ય સરકારે શરાબની તમામ દુકાનો ખોલી દેવી જોઈ. તેમણે ટ્વિ્ટ કરીને લખ્યું કે, સરકારે સાંજના સમયે તમામ દારુની દુકાનો ખોલી દેવી જોઈએ. મારો ખોટો અર્થના કાઢતા, પરંતુ વ્યક્તિ ઘર પર બેસીને ડિપ્રેશનમાં જીવવા માટે મજબૂર છે. ડૉક્ટર, પોલીસવાળાને પણ તણાવમાંથી મુક્તિ જોઈએ. આમ પણ બ્લેકમાં વેચાઈ રહી છે.
ઋષિ કપૂરે સરકારને અપીલ કરી છે કે, આ સમયે દારુને પણ કાયદેસર કરી દે. તેમના અનુસાર રાજ્ય સરકારને આમ એક્સાઈઝથી મળતા પૈસાની ખૂબજ જરૂર છે. હવે ઋષિ કપૂરની આ માંગ પર લોકો તેમના ઘેરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
એક યૂઝરે લખ્યું કે, ડિપ્રેશન દરમિયાન દારુ પીવું વધુ ખતરનાક છે. કેટલાકે કહ્યું કે, આમ કરવાથી પેનિક ફેલાઈજ જશે અને દુકાનોની બહાર મોટી સંખ્યામાં ભીડ ભેગી થઈ જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion