શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ક્રિકેટ કે.એલ.રાહુલ સાથે ડેટિંગની ચર્ચાને લઈને સુનિલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટીએ શું આપ્યો જવાબ? જાણો વિગત
સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કે.એલ.રાહુલ લાંબા સમયથી ડેટિંગ કરી રહ્યા છે એવા સમાચાર સોશિલ મીડિયામાં વાયરલ થયા હતાં. હવે આથિયાએ ખુદ આ અંગે પોતાનું મૌન તોડ્યું છે.
મુંબઈ: બોલિવૂડમાં રોજ લિન્કઅપ કે પછી બ્રેકઅપની ખબરો આવતી રહે છે. ત્યારે સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કે.એલ.રાહુલ લાંબા સમયથી ડેટિંગ કરી રહ્યા છે એવા સમાચાર સોશિલ મીડિયામાં વાયરલ થયા હતાં. હવે આથિયાએ ખુદ આ અંગે પોતાનું મૌન તોડ્યું છે.
છેલ્લા ઘણાં સમયથી આથિયા શેટ્ટી અને કે.એલ.રાહુલ એકબીજાને ડેટ કરી રહ્યા હોવાના સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ વખતે આથિયાએ આ વાત સ્વીકારી તો નહીં જ પણ તેને નકારી પણ નથી.
ખાનગી ન્યુઝ એજન્સી સાથેની વાતચીત દરમિયાન આથિયાએ જણાવ્યું હતું કે, મને લિંકઅપના સમાચારથી કોઈ વાંધો નથી. હું સંપૂર્ણ રીતે તૈયાર છું અને તમે આ વિષે મને જે કંઈ પૂછશો તેનો હું તમને જવાબ આપીશ નહીં પરંતુ હું સમજું છું કે આ બધું પૂછવાનું તમારું કામ છે.
આથિયાએ વધુમાં કહ્યું કે, ‘હું હંમેશાં માનું છું કે આપણે દરરોજ આપણાં જીવનનો ઘણો ભાગ દુનિયાને આપીએ છીએ અને તે માનવીની ખાનગી બાબત છે. પછી ભલે તે મિત્રતા, સંબંધ કે કુટુંબ હોય. હું હંમેશાં આ બધાંને સાચવીને રાખીશ. તેથી હું તેના વિશે ક્યારેય વાત કરીશ નહીં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion