શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સાયબર ફ્રૉડનો શિકાર બન્યો આ હીરો, વીડિયો શેર કરીને ફેન્સને શું આપી દીધી ચેતાવણી, જાણો વિગતે
બૉલીવુડ એક્ટર રિતેશ દેશમુખ સાયબર ક્રાઇમનો શિકાર બન્યો છે. એક્ટરે આ નવા સાયબર ફ્રૉડ વિશે લોકોને ચેતાવણી આપી છે
મુંબઇઃ બૉલીવુડ એક્ટર રિતેશ દેશમુખ સાયબર ક્રાઇમનો શિકાર બન્યો છે. એક્ટરે આ નવા સાયબર ફ્રૉડ વિશે લોકોને ચેતાવણી આપી છે. રિતેશ દેશમુખે કહ્યું કે આમાં મોટા ભાગે સેલિબ્રિટીઓના એકાઉન્ટને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે, અને આનો શિકાર ત્યારે બનાય છે જ્યારે એક લિંક પર ક્લિક કરો છો. ખાસ કરીને જ્યારે પેજ પર આપવામાં આવેલી એક લિંગ પર ક્લિક કરી રહ્યાં હોય છો. રિતેશ દેશમુખે ટ્વીટ કરતાં લખ્યું- ઇન્સ્ટાગ્રામના ડાયરેક્ટ મેસેજમાં મને આ મળ્યુ- હેશટેગસાયબરફ્રૉડ હેશટેગબિવેયર.
રિતેશ દેશમુખ દ્વારા શેર કરવામાં આવેલા આ મેસેજના સ્ક્રીનશૉટ પર લખ્યું છે- તમારા એકાઉન્ટમાં એક પૉસ્ટમા કૉપીરાઇટ ઉલ્લંઘન ના થવાનુ જાણવા મળ્યુ છે. જો તમને લાગે છે કે આ ખોટુ છે, તો તમે આના પર પોતાની પ્રતિક્રિયા આપો, નહીં તો તમારુ એકાઉન્ટ 24 કલાકની અંદર બંધ થઇ જશે. તમે નીચે આપેલી લિંક પર ક્લિક કરીને તમારો ફીડબેક આપી શકો છો. તમારી સમજદારી માટે તમારો આભાર.
સાયબર ફ્રૉડથી સાવધાન રહો....
રિતેશે પોતાના એક અલગ ટ્વીટમાં આના વિશે લોકોને સાવધાન કરતા લખ્યુ- ઇન્સ્ટાગ્રામના તમામ યૂઝર્સ આ નવા સાયબર ફ્રૉડથી સાવધાન રહો. મને એક આવો જ ડાયરેક્ટ મેસેજ મળ્યો છે, પરંતુ નસીબથી કે મે આપેલી લિંક પર ક્લિક નથી કર્યુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion