શોધખોળ કરો

ગદર-2થી કરોડો કમાઈને પણ સની દેઓલ ન ચૂકવી શક્યો લોન, બંગલાની થશે હરાજી

બેંકે ન્યૂઝ પેપરમાં ઈ-ઓક્શન માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન અનુસાર, હરાજી 25 સપ્ટેમ્બરે થશે અને આ હરાજી માટે બેઝ પ્રાઇસ લગભગ 51.43 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.

Sunny Deol Bunglow Auction: બોલિવૂડ એક્ટર સની દેઓલના જુહુ સ્થિત બંગલાની હરાજી થઈ શકે છે. બેંક ઓફ બરોડા દ્વારા આજના અખબારોમાં આ બંગલાની હરાજીનું ઈ-ઓક્શન નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. સની દેઓલ પર એવો આરોપ છે કે તેણે બેંકમાંથી મોટી રકમની લોન લીધી હતી, જે તે ચૂકવી શક્યો ન હતો.

સની દેઓલે લોન માટે મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલ 'સની વિલા' નામનો પોતાનો વિલા મોર્ગેજ પર આપ્યો હતો. તેના બદલે તેણે બેંકને લગભગ 56 કરોડ રૂપિયા ચૂકવવાના હતા, જે હજુ સુધી ચૂકવવામાં આવ્યા નથી. અખબારમાં છપાયેલી સૂચના અનુસાર, સની દેઓલનું આ ઘર જુહુના ગાંધી ગ્રામ રોડ પર છે, જેના ગેરેન્ટર સની દેઓલના પિતા ધર્મેન્દ્ર પોતે છે.

સની દેઓલ લોન ન ચૂકવી શક્યો!

એવું કહેવામાં આવી રહ્યું છે કે સની દેઓલે બેંક ઓફ બરોડાને વ્યાજ સાથે લગભગ 55.99 કરોડ રૂપિયાની લોન આપવાની હતી, પરંતુ બેંકને લોનની વસૂલાતમાં સફળતા મળી ન હતી. જે બાદ બેંકે ન્યૂઝ પેપરમાં ઈ-ઓક્શન માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન અનુસાર, હરાજી 25 સપ્ટેમ્બરે થશે અને આ હરાજી માટે બેઝ પ્રાઇસ લગભગ 51.43 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.

ગદર-2થી કરોડો કમાઈને પણ સની દેઓલ ન ચૂકવી શક્યો લોન, બંગલાની થશે હરાજી

ઘાયલઃ વન્સ અગેઇનની રિલીઝ વખતે સની સંઘર્ષ કરતો હતો

2016માં રિલીઝ થયેલી સની દેઓલની ફિલ્મ ઘાયલની સિક્વલ 'ઘાયલઃ વન્સ અગેન'ના નિર્માણ અને રિલીઝ દરમિયાન સની દેઓલ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો. 'ઘાયલ - વન્સ અગેઇન'માં ધર્મેન્દ્રને સત્તાવાર નિર્માતા તરીકે નામ આપવામાં આવ્યું હતું. જ્યારે સની દેઓલે આ ફિલ્મના નિર્માણ સિવાય ફિલ્મનું નિર્દેશન પણ કર્યું હતું.

બંગલો કમ રેકોર્ડિંગ એન્ડ ડબિંગ સ્ટુડિયો છે સની વિલા

સની સુપર સાઉન્ડ એ બંગલો કમ રેકોર્ડિંગ અને ડબિંગ સ્ટુડિયો છે જેમાં બે અલગ પોસ્ટ પ્રોડક્શન સ્યુટ છે. આ સની સુપર સાઉન્ડમાં સની દેઓલની ઓફિસ પણ છે, રહેવા માટે એક વિશાળ જગ્યા છે અને આ બંગલો 'સની વિલા' તરીકે પણ ઓળખાય છે. બોલિવૂડની તમામ ફિલ્મોનું ડબિંગ અને ફિલ્મોની સ્ક્રીનિંગ વર્ષોથી સની સુપર સાઉન્ડમાં થઈ રહ્યું છે.

આ બંગલો આવકનો છે સારો સ્ત્રોત

સની દેઓલ મોટાભાગે અહીં રહેતો નથી પરંતુ ધર્મેન્દ્ર અને બોબી દેઓલ દ્વારા જામીનદાર તરીકે જાહેરાતમાં આપવામાં આવેલા સરનામે પરિવાર સાથે રહે છે પરંતુ બંગલો હોવાથી સની સુપર સાઉન્ડ/સની વિલામાં રહેવાની જગ્યા પણ છે, જ્યાં સની અવારનવાર રહે છે અને આ જગ્યા સમગ્ર દેઓલ પરિવાર માટે આવકનો સારો સ્ત્રોત છે.

ગદર 2ને લઈને ચર્ચામાં છે અભિનેતા

સની દેઓલ આ દિવસોમાં પોતાની ફિલ્મ ગદર 2ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી છે અને 9 દિવસમાં 336.13 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મની જબરદસ્ત સફળતા વચ્ચે બંગલાની હરાજીનાં સમાચાર સની દેઓલ માટે ઝટકો સાબિત થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget