શોધખોળ કરો
Advertisement
પ્રાઈવેટ જેટના માલિક છે Diljit Dosanjh, અભિનેતાએ પોતે જાણો શું કહ્યું ?
દિલજીત પોતાની હાઈફાઈ લાઈફ સ્ટાઈલને લઈ જાણીતા છે. લક્ઝરી કારથી લઈ મોંઘા શૂઝ અને કપડાને લઈ તે ચર્ચામાં રહે છે.
નવી દિલ્હી: ગુડ ન્યૂઝ, સૂરમા, સૂરજ પે મંગલ ભારી જેવી ફિલ્મોમાં જોવા મળેલા અને ઘણા પંજાબી ગીત બનાવી ચૂકેલા દિલજીત દોસાંઝ પરિચયના મોહતાજ નથી. દિલજીત પોતાની હાઈફાઈ લાઈફ સ્ટાઈલને લઈ જાણીતા છે. લક્ઝરી કારથી લઈ મોંઘા શૂઝ અને કપડાને લઈ તે ચર્ચામાં રહે છે. તેમના વિશે એ સાંભળવા મળે છે કે તેમની પાસે પોતાનું પ્રાઈવેટ પ્લેન છે.
કેટલાક વર્ષો પહેલા એ સમાચાર હતા કે દિલજીતે પોતાનું પ્રાઈવેટ પ્લેન ખરીદ્યું છે ત્યારબાદ તે ચર્ચામાં આવ્યા હતા પરંતુ દિલજીતે એક ઈન્ટરવ્યૂમાં આ વાતનું સત્ય જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે તેઓ એક વખત ગીતના શૂટિંગના માટે જે જગ્યાએ જઈ રહ્યા હતા ત્યાં પ્લેન નહોતું જઈ રહ્યું એટલે મેકર્સે તેના માટે પ્રાઈવેટ પ્લેન હાયર કર્યું હતું. પ્લેનમાં સવાર થતા જ દિલજીતે એક તસવીર શેર કરી અને લખ્યું, નવી શરૂઆત પ્રાઈવેટ પ્લેન સાથે. આ પોસ્ટ બાદ લોકોએ માની લીધુ કે દિલજીતે પ્લેન ખરીદ્યુ છે પરંતુ હકીકતમાં એવું નહોતું.
દિલજીતે કહ્યું કે આ વાતની મે ચોખવટ કરી હોત તો લોકો વિચારતા હોત કે મે પબ્લિસિટી માટે પ્રાઈવેટ પ્લેનની તસવીર પોસ્ટ કરી એટલે તેણે કોઈ ખુલાસો ન કર્યો. દિલજીતે કહ્યું મે કોઈ પ્રાઈવેટ પ્લેન નહોતું ખરીદ્યું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગાંધીનગર
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion