શોધખોળ કરો
Advertisement
ડ્રગ્સ કેસમાં આ એક્ટર ફસાયો, NCBએ સમન્સ મોકલીને ફરીથી પુછપરછ માટે બોલાવ્યો, જાણો વિગતે
બૉલીવુડ એક્ટર અર્જૂન રામપાલને એનસીબીએ ફરીથી સમન્સ મોકલ્યુ છે. એનસીબી સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ નીકળેલા ડ્રગ્સ કેસને લઇને અર્જૂન રામપાલ સાથે પુછપરછ કરશે. અર્જૂન રામપાલ હવે 16 ડિેસેમ્બરે એનસીબી સમક્ષ હાજર થવાનુ છે
નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલા ડ્રગ્સ કેસને લઇને એનસીબી હજુ પણ તપાસ ચલાવી રહી છે. આ કેસમાં બૉલીવુડના કેટલાય દિગ્ગજોના નામ સામે આવી ચૂક્યા છે, અને કેટલાકની એનસીબી પુછપરછ પણ કરી ચૂકી છે. આ મામલે એક્ટર અર્જૂન રામપાલ પર વધુ શિકંજો કસાય તેવી શક્યતા છે.
બૉલીવુડ એક્ટર અર્જૂન રામપાલને એનસીબીએ ફરીથી સમન્સ મોકલ્યુ છે. એનસીબી સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ નીકળેલા ડ્રગ્સ કેસને લઇને અર્જૂન રામપાલ સાથે પુછપરછ કરશે. અર્જૂન રામપાલ હવે 16 ડિેસેમ્બરે એનસીબી સમક્ષ હાજર થવાનુ છે.
(ફાઇલ તસવીર)
ઉલ્લેખનીય છે કે તપાસ એજન્સીને 9મી ડિેસેમ્બરે દરોડા દરમિયાન અર્જૂન રામપાલના ઘરેથી લેપટૉપ, મોબાઇલ ફોન અને ટેબલેટ જેવા ઇલેક્ટ્રૉનિક્સ ગેજેટ્સ મળ્યા હતા, સાથે એનસીબીની ટીમે અર્જૂન રામપાલના ડ્રાઇવરની પણ પુછપરછ કરી હતી.
અર્જૂન રામપાલના ઘરે દરોડા પાડતા પહેલા એનસીબીને બૉલીવુડ ફિલ્મ નિર્માતા ફિરોઝ નાડિયાદવાળાની પત્નીને ઉપનગરીય જુહુમાં તેના આવાસ પર કથિત રીતે ગાંજો મળ્યા બાદ તેની ધરપકડ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement