Ek Villain Returns Box Office Collection: મોટી સ્ટારકાસ્ટ પણ ઓડિયન્સને પ્રભાવિત ના કરી શકી, પ્રથમ દિવસે કર્યો આટલા કરોડનો બિઝનેસ
બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમ, દિશા પટની, અર્જુન કપૂર અને તારા સુતારિયા સ્ટારર ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’ શુક્રવારે રિલીઝ થઈ છે
Ek Villain Returns Box Office Collection Day 1: બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમ, દિશા પટની, અર્જુન કપૂર અને તારા સુતારિયા સ્ટારર ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’ શુક્રવારે રિલીઝ થઈ છે. આ ફિલ્મનો પ્રથમ પાર્ટ સુપરહિટ સાબિત થયો હતો. જે બાદ નિર્દેશક મોહિત સૂરીએ તેની વાર્તાને આગળ વધારવાનો નિર્ણય લીધો હતો. આ ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ ગઈ છે પરંતુ તેના રિવ્યુ સારા આવ્યા નથી. એક વિલન રિટર્ન્સ દર્શકોને પ્રભાવિત કરવામાં સફળ સાબિત થઈ શકી નથી. ફિલ્મનું પ્રથમ દિવસનું કલેક્શન સારુ રહ્યું નથી. આ ફિલ્મ પહેલા દિવસે સારો બિઝનેસ કરવામાં સફળ સાબિત થઈ નથી.
View this post on Instagram
‘એક વિલન રિટર્ન્સ’ એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે. ફિલ્મમાં તમામ સ્ટાર્સ નેગેટિવ રોલમાં જોવા મળ્યા છે. ગ્રે કેરેક્ટર પછી પણ કોઈની એક્ટિંગ ખાસ નથી. જેના કારણે તેને સારા રિવ્યુ મળ્યા નથી. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ‘એક વિલન રિટર્ન્સ’નાં બોક્સ ઓફિસ કલેક્શન વિશે માહિતી આપી છે. એક વિલન રિટર્ન્સે પહેલા દિવસે 7.05 કરોડનો બિઝનેસ કર્યો છે. સપ્તાહના અંતે આ કલેક્શનમાં વધારો થવાની ધારણા છે. ફિલ્મને પહેલા દિવસે સારી શરૂઆત મળી નથી. એક વિલને ઓપનિંગ ડે પર જ આટલો બિઝનેસ કર્યો હતો આ ફિલ્મ 2014માં આવેલી ફિલ્મ 'એક વિલન'ની સિક્વલ છે. એક વિલન બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. ફિલ્મે શરૂઆતના દિવસે 16.50 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા અને રિતેશ દેશમુખ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં ટીવી એક્ટ્રેસ આમના શરીફ પણ જોવા મળી હતી. એક વિલન રિટર્ન્સ વિશે વાત કરીએ તો આ ફિલ્મનું સંગીત સારું હોવાનું કહેવાય છે. પરંતુ વાર્તા સારી નથી. જેના કારણે તે દર્શકોને પ્રભાવિત કરી શકી નથી. મોહિત સૂરી પણ પોતાના ડિરેક્શનનો કમાલ બતાવી શક્યા નથી.