શોધખોળ કરો
Advertisement
મુંબઈ: હાઈવે પર ફેમસ મરાઠી સિંગર ગીતા માલીનું રોડ અકસ્માતમાં મોત, જાણો વિગત
મહારાષ્ટ્રના થાણેમાં એક રોડ અકસ્માતમાં મરાઠી સિંગર ગીતા માલીનું મોત નિપજ્યું હતું. પતિને ગંભીર રીતે ઈજા પહોંચી હતી જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
થાણે: મહારાષ્ટ્રના થાણેમાં એક રોડ અકસ્માતમાં મરાઠી પાશ્વ સિંગરનું મોત નિપજ્યું હતું. આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે સિંગર ગીતા મુંબઈ એરપોર્ટથી પોતાના ઘરે નાસિક જઈ રહી હતી. ગુરૂવારે આ અકસ્માતની મહારાષ્ટ્ર પોલીસે માહિતી આપી હતી.
સુત્રો પ્રમાણે, ગીતા માલી નામની સિંગરનું રોડ અકસ્માતમાં મોત નિપજ્યું હતું. ગીતા માલીએ મરાઠી ફિલ્મોમાં ગીતો ગાયા છે. મુંબઈ-આગ્રા હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.
અમેરિકાથી ભારત આવ્યા બાદ સિંગર ગીતા કાર લઈને પોતાના પતિ સાથે તેમના વતન નાસિક જઈ રહી હતી ત્યારે તેમની કાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં જ કારનો ભુક્કો બોલાઈ ગયો હતો. જ્યારે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. સુત્રો પ્રમાણે, ગીતા જે કારમાં સવાર હતી તે કાર રસ્તાની બાજુમાં પાર્ક કરેલા કન્ટેનરમાં ઘૂસી ગઈ હતી. તે દરમિયાન સિંગર ગીતાનું મોત નિપજ્યું હતું જ્યારે પતિને ગંભીર રીતે ઈજા પહોંચી હતી જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ખેતીવાડી
Advertisement
gujarati.abplive.com
Opinion