Kareena Kapoorની ફિલ્મ શૂટિંગના Video વાયરલ, ડિટેક્ટિવના રોલમાં લંડનમાં ફરતી જોવા મળી બેબો
કરીના કપૂર પહેલીવાર હંસલ મહેતાની ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં તે એકદમ અલગ અંદાજમાં જોવા મળશે.
Kareena Kapoor London Shooting: કરીના કપૂર પહેલીવાર હંસલ મહેતાની (Hansal Mehta) ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં તે એકદમ અલગ અંદાજમાં જોવા મળશે. આ ફિલ્મ એક મર્ડર-મિસ્ટ્રી છે અને કહેવામાં આવી રહ્યું છે કે કરીના એક ડિટેક્ટીવની (Detective) ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મનું શૂટિંગ લંડનમાં (London Shooting) ચાલી રહ્યું છે. સેટ પરથી કરીનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં તેનો લુક જોઈ શકાય છે. કરીના કપૂર (Kareena Kapoor) આ વીડિયોમાં લેડી બોસ અવતારમાં જોવા મળી રહી છે. કરીના કપૂરને મોટી સંખ્યામાં લોકો જોવા આવ્યા હોય તે વીડિયોમાં જોઈ શકાય છે.
કરીના કપૂરનો લૂક રિવીલ થયોઃ
વીડિયોમાં કરીના ફોર્મલ શર્ટ, બ્લેક ટ્રાઉઝર સાથે મેચિંગ શૂઝમાં જોવા મળી રહી છે. ઉપરાંત, તેણે સ્લિક પોનીટેલ સાથે તેનો લુક પૂર્ણ કર્યો છે. આ મહિનાની શરૂઆતમાં કરીના શૂટિંગ માટે લંડન જવા રવાના થઈ હતી. તમને જણાવી દઈએ કે અત્યારે શૂટિંગનું શેડ્યુલ પુર્ણ કરીને કરીના મુંબઈમાં તેના પરિવાર પાસે પરત ફરી છે. આજે તેની લગ્નની વર્ષગાંઠ છે. આ સાથે દિવાળી પણ આવી રહી છે. આ અવસર પર તે આખા પરિવાર સાથે ઉજવણી કરવા માંગે છે. કરીનાની ગેરહાજરીમાં સૈફ નૈનીની મદદથી પુત્ર તૈમુરની સંભાળ રાખતો હતો.
હંસલ મહેતાની ફિલ્મમાં છે કરીનાઃ
કરીના તેની આગામી ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. પ્રથમ વખત તેને હંસલ મહેતાના નિર્દેશનમાં કામ કરવાની તક મળી. આ પહેલા તે આમિર ખાન સાથે ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળી હતી. તે હોલીવુડ ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'ની હિન્દી રિમેક હતી. કરીના કપૂરની આગામી ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સિવાય તે ડિજિટલ ડેબ્યૂ પણ કરી રહી છે. તે પણ સુજોય ઘોષની ફિલ્મ સાથે. આ પણ એક મર્ડર-મિસ્ટ્રી છે, જેમાં વિજય વર્મા અને જયદીપ અહલાવત જેવા દિગ્ગજ કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. કરીના આવનારા સમયમાં તેના ચાહકોને જરાય નિરાશ નહીં કરે. તે પોતાની ફેવરિટ હિરોઈનને નવા અવતારમાં જોવા માટે પણ ખૂબ ઉત્સુક છે.