Kangana Ranaut: ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત પહોંચી દ્વારકા, સાંજે કરશે જગત મંદિરમાં દર્શન
દ્વારકા: ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત હાલમાં પોતાની ફિલ્મ તેજસને લઈને ચર્ચામાં છે. ગઈકાલે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે તેમની ફિલ્મ નિહાળી હતી. આ દરમિયાનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
દ્વારકા: ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત હાલમાં પોતાની ફિલ્મ તેજસને લઈને ચર્ચામાં છે. ગઈકાલે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે તેમની ફિલ્મ નિહાળી હતી. આ દરમિયાનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હવે ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત આજે દ્વારકા પહોંચી છે. આજે પ્રખ્યાત જ્યોર્તિલિંગ નાગેશ્વર દાદા અને યાત્રાધામ બેટ દ્વારકાના દર્શન કરી સાંજે જગત મંદિર દ્વારકાધીશના દર્શન કરશે.
તેજસ બોક્સ ઓફિસ ફ્લોપ
તમને જણાવી દઈએ કે, કંગના રનૌત સ્ટારર ફિલ્મ તેજસ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી છે. ફિલ્મ માટે બજેટ મળવું પણ મુશ્કેલ બની રહ્યું છે. તેજસને રિલીઝ થયાને ચાર દિવસ થઈ ગયા છે અને ફિલ્મ દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી નથી. માત્ર રૂ. 1.25 કરોડના ઓપનિંગ સાથે, સોમવારે તેજસનું કલેક્શન માત્ર રૂ. 50 લાખ હતું, જે ખુબ જ ઓછું છે. આવી સ્થિતિમાં ઘરેલુ બોક્સ ઓફિસ પર તેજસનું અત્યાર સુધીનું કલેક્શન 4.25 કરોડ થઈ ગયું છે.
કંગના રનૌત નારાજ થઈ
બોક્સ ઓફિસના આંકડા જોઈને કંગના ખૂબ જ પરેશાન દેખાય છે. તેણે તેના ચાહકોને મદદ માટે અપીલ કરી છે અને ફિલ્મ જોવાની વિનંતી કરી છે. કંગનાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કહી રહી છે કે, કોવિડ પછી અમારી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સંપૂર્ણપણે રિકવર થઈ નથી.
View this post on Instagram
અભિનેત્રીએ મદદ માટે અપીલ કરી
અભિનેત્રીએ આગળ કહ્યું કે, 'હું મલ્ટિપ્લેક્સના દર્શકોને વિનંતી કરું છું કે જો તમે ઉરી, નીરજા, મેરી કોમ જેવી ફિલ્મોનો આનંદ માણ્યો હોય તો તમને તેજસ પણ ખૂબ ગમશે.' કંગના રનૌત ફિલ્મના પ્રમોશન માટે ટીવીના સૌથી મોટા રિયાલિટી શો 'બિગ બોસ'માં પહોંચી હતી, ત્યારબાદ ફિલ્મને લઈને ગપસપ વધી ગઈ હતી. આ સિવાય અભિનેત્રી સોશિયલ મીડિયાથી લઈને ઈન્ટરવ્યુ સુધી વિવિધ રીતે ફિલ્મને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી. કંગના રનૌતની ફિલ્મને IMDb પર 10 માંથી 6.7 રેટિંગ મળ્યું છે, જે બહુ ખરાબ નથી, પરંતુ અંતિમ નિર્ણય થિયેટરોમાં જનતાએ લેવાનો છે. તમને જણાવી દઈએ કે સમાચારમાં આપવામાં આવેલી ફિલ્મની કમાણીનો આંકડો સેકનિલ્કના રિપોર્ટ પર આધારિત છે.
અગાઉની ફિલ્મો પણ ફ્લોપ રહી હતી
તમને જણાવી દઈએ કે ફિલ્મને પહેલા દિવસે થિયેટરોમાં ભાગ્યે જ કોઈ દર્શકો મળ્યા હતા. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ દ્વારા કંગના એક વર્ષ પછી મોટા પડદા પર કમબેક કરી રહી છે. 'પંગા', 'થલાઈવી' હોય કે 'ધાકડ' અને 'ચંદ્રમુખી 2', કંગનાએ છેલ્લા 4 વર્ષમાં બેક ટુ બેક ફ્લોપ ફિલ્મો આપી છે. આવી સ્થિતિમાં અભિનેત્રીને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. હવે જોવાનું એ રહે છે કે તેજસ કંગનાની ડૂબતી નાવને બચાવી શકશે કે નહીં.
તમને જણાવી દઈએ કે, કંગના રનૌતએ વર્ષ 2006 માં ગેંગસ્ટર ફિલ્મથી બોલીવુડમાં ડબ્યુ કર્યું હતું. ત્યારથી તેજસ ફિલ્મ સુધીમાં તેણે હિન્દીની 34 ફિલ્મો કરી છે. જેમાંથી 5 જ એવી ફિલ્મ છે જે બોક્સ ઓફિસ પર હીટ રહી છે. બોક્સ ઓફિસ પર સારી કમાણી કરનાર પાંચ ફિલ્મોમાં વન્સ અપોન અ ટાઈમ મુંબઈ, તનુ વેડસ મનુ, ક્રિશ 3, તનુ વેડ્સ મનુ રીટર્ન અને ક્વીનનો સમાવેશ થાય છે.