શોધખોળ કરો

Gadar 2 box office collection day 4: સોમવારે સની દેઓલની ફિલ્મે કરી શાનદાર કમાણી,  Gadar 2 એ Pathaan નો રેકોર્ડ તોડ્યો 

સની દેઓલની ફિલ્મ 'ગદર 2'એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. ફિલ્મને શરૂઆતના દિવસથી જ દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે.

Gadar 2 box office collection day 4: સની દેઓલની ફિલ્મ 'ગદર 2'એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. ફિલ્મને શરૂઆતના દિવસથી જ દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. તેની સાથે આ ફિલ્મ પણ જબરદસ્ત કમાણી કરી રહી છે. સનીની આ ફિલ્મે તેના ઓપનિંગ વીકએન્ડ પર ત્રણ દિવસમાં 134.88 કરોડની કમાણી કરીને ઈતિહાસ રચ્યો છે. ફિલ્મની રિલીઝના ચોથા દિવસના આંકડા પણ શાનદાર છે. આવો જાણીએ સોમવારે 'ગદર 2'એ કેટલી કમાણી કરી?

સોમવારે 'ગદર 2'એ કેટલું કલેક્શન કર્યું ?

ગદર 2 માં સની દેઓલ અને અમીષા પટેલ ફરી એકવાર તેમના પ્રતિકાત્મક પાત્રો તારા અને સકીનાથી દર્શકોના દિલ જીતી રહ્યા છે. આ ફિલ્મ જોવા માટે થિયેટરોની બહાર દર્શકોની લાંબી કતારો છે અને તમામ શો હાઉસફુલ થઈ રહ્યા છે. આ સાથે આ ફિલ્મ શરૂઆતના દિવસથી જ શાનદાર કલેક્શન કરી રહી છે. ફિલ્મના સોમવારના કલેક્શન પણ સામે આવ્યું છે.  

'ગદર 2'એ ઓપનિંગ ડે પર 40.10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી
'ગદર 2'નું બીજા દિવસનું કલેક્શન 43.08 કરોડ રૂપિયા રહ્યું હતું.
'ગદર 2' એ ત્રીજા દિવસે 51.70 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
બીજી તરફ, સકનિલ્કના અર્લી ટ્રેડ રિપોર્ટ અનુસાર, 'ગદર 2' તેની રિલીઝના ચોથા દિવસે એટલે કે સોમવારે 33 કરોડ રૂપિયાની જબરદસ્ત કમાણી કરી શકે છે.
જે બાદ ચાર દિવસ માટે ફિલ્મનું કુલ કલેક્શન 167.88 કરોડ રૂપિયા થઈ જશે.

'ગદર 2' એ સોમવાર કલેક્શનમાં પઠાણનો રેકોર્ડ તોડ્યો હતો

તમને જણાવી દઈએ કે 'ગદર 2' બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. આ સાથે તેણે મંડે ટેસ્ટમાં શાહરૂખ ખાન સ્ટાર પઠાણનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. જણાવી દઈએ કે  મંડે ટેસ્ટમાં 'ગદર 2' એ અંદાજે 33 કરોડનું કલેક્શન કર્યું છે. જે બાદ આ ફિલ્મ પહેલા સોમવારે સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મોની યાદીમાં પાંચમા નંબર પર આવી ગઈ છે.

સોમવારે સૌથી વધુ કલેક્શનની યાદીમાં નંબર 1 પર રૂ. 40.25 કરોડ સાથે 'બાહુબલી ધ કન્ક્લુઝન' છે.
ટાઈગર ઝિંદા 36.54 કરોડના કલેક્શન સાથે લિસ્ટમાં બીજા નંબર પર છે.
ત્રીજા નંબરે 34.56 કરોડના કલેક્શન સાથે 'હાઉસફુલ 4' છે.
ચોથા નંબરે 'ક્રિશ 3' 33.41 કરોડના કલેક્શન સાથે છે.
ગદર 2 33 કરોડના કલેક્શન સાથે પાંચમા નંબરે છે.
27.5 કરોડની કમાણી સાથે છઠ્ઠા સ્થાન પર 'બજરંગી ભાઈજાન' છે.
સાતમા ક્રમે 25.57 કરોડના કલેક્શન સાથે 'KGF ચેપ્ટર 2' છે.
પઠાણને 25.5 કરોડના કલેક્શન સાથે આ યાદીમાં આઠમું સ્થાન મળ્યું છે.
'ગદર 2' સ્વતંત્રતા દિવસે 200 કરોડની ક્લબમાં પ્રવેશવાની અપેક્ષા છે
'ગદર 2'એ તેની રિલીઝના ચાર દિવસમાં 150 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે. બીજી તરફ સની દેઓલની લેટેસ્ટ રિલીઝ થયેલી ફિલ્મ જે ઝડપે કમાણી કરી રહી છે તે જોતા કહી શકાય કે 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની રજા પર આ ફિલ્મ 200 કરોડની ક્લબમાં સામેલ થઈ શકે છે. દર્શકો દ્વારા ફિલ્મને મળી રહેલા જોરદાર પ્રતિસાદથી મેકર્સ હાલમાં ખુશ છે. 

જણાવી દઈએ કે 'ગદર 2' 2001માં આવેલી ફિલ્મ ગદર એક પ્રેમ કથાની સિક્વલ છે. આ બ્લોકબસ્ટર ફિલ્મની રિલીઝના 22 વર્ષ બાદ થિયેટરોમાં રિલીઝ થયેલી 'ગદર 2' ચાહકોમાં ઘણો ક્રેઝ બનાવી રહી છે. આવનારા દિવસોમાં આ ફિલ્મ ઘણા રેકોર્ડ તોડી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Republic Day Tableau:  ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવી નોંધાવી હેટ્રીક
Republic Day Tableau: ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવી નોંધાવી હેટ્રીક
Mahakumbh Stampede LIVE: મહાકુંભમાં ભાગદોડ બાદ સ્થિતિ સામાન્ય, અખાડાઓનું અમૃત સ્નાન શરૂ
Mahakumbh Stampede LIVE: મહાકુંભમાં ભાગદોડ બાદ સ્થિતિ સામાન્ય, અખાડાઓનું અમૃત સ્નાન શરૂ
Weather Update:રાજયમાં ખેડૂતો માટે માઠા સમાચાર,આ તારીખથી આ જિલ્લામાં વરસાદની આગાહી
Weather Update:રાજયમાં ખેડૂતો માટે માઠા સમાચાર,આ તારીખથી આ જિલ્લામાં વરસાદની આગાહી
IND vs ENG: રાજકોટમાં ભારતની હારનું સાચું કારણ આવ્યું સામે, વરુણ ચક્રવર્તીએ જણાવ્યું કેવી રીતે પલટી ગેમ
IND vs ENG: રાજકોટમાં ભારતની હારનું સાચું કારણ આવ્યું સામે, વરુણ ચક્રવર્તીએ જણાવ્યું કેવી રીતે પલટી ગેમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Prayagraj Mahakumbh Stampede: CM Yogi :મહાકુંભમાં દુર્ઘટનાને લઈને CM યોગીનું સૌથી મોટું નિવેદનKutch: ભચાઉમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 19 કિમી દૂર Watch VideoMahakumbh Stampede News: પરિવારજનો ન મળતા લોકો ચિંતાતુર, રડી રડીને શોધી રહ્યા છેPrayagraj Mahakumbh Stampede: ભાગદોડમાં 10થી વધુના મોત, જુઓ હાલની સ્થિતિ LIVE એબીપી અસ્મિતા પર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Republic Day Tableau:  ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવી નોંધાવી હેટ્રીક
Republic Day Tableau: ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવી નોંધાવી હેટ્રીક
Mahakumbh Stampede LIVE: મહાકુંભમાં ભાગદોડ બાદ સ્થિતિ સામાન્ય, અખાડાઓનું અમૃત સ્નાન શરૂ
Mahakumbh Stampede LIVE: મહાકુંભમાં ભાગદોડ બાદ સ્થિતિ સામાન્ય, અખાડાઓનું અમૃત સ્નાન શરૂ
Weather Update:રાજયમાં ખેડૂતો માટે માઠા સમાચાર,આ તારીખથી આ જિલ્લામાં વરસાદની આગાહી
Weather Update:રાજયમાં ખેડૂતો માટે માઠા સમાચાર,આ તારીખથી આ જિલ્લામાં વરસાદની આગાહી
IND vs ENG: રાજકોટમાં ભારતની હારનું સાચું કારણ આવ્યું સામે, વરુણ ચક્રવર્તીએ જણાવ્યું કેવી રીતે પલટી ગેમ
IND vs ENG: રાજકોટમાં ભારતની હારનું સાચું કારણ આવ્યું સામે, વરુણ ચક્રવર્તીએ જણાવ્યું કેવી રીતે પલટી ગેમ
'મહાકુંભને ફોટો સેશનનો અડ્ડો બનાવી દીધો છે', ભાગદોડની ઘટના પર કોંગ્રેસ યોગી સરકાર પર ભડકી, લગાવ્યા ગંભીર આરોપો
'મહાકુંભને ફોટો સેશનનો અડ્ડો બનાવી દીધો છે', ભાગદોડની ઘટના પર કોંગ્રેસ યોગી સરકાર પર ભડકી, લગાવ્યા ગંભીર આરોપો
કરુણ કિસ્સો... 'અમે 10 લોકો આવ્યા હતા, હવે બસ 2 જ બચ્યા...' - મહાકુંભમાં ગયેલી મહિલા રડતાં-રડતાં એબીપી ન્યૂઝના કેમેરા સામે બોલી
કરુણ કિસ્સો... 'અમે 10 લોકો આવ્યા હતા, હવે બસ 2 જ બચ્યા...' - મહાકુંભમાં ગયેલી મહિલા રડતાં-રડતાં એબીપી ન્યૂઝના કેમેરા સામે બોલી
Mahakumbh Stampede:મહાકુંભમાં નાસભાગની ઘટનામાં ગુજરાતી શ્રદ્ધાળુની શું સ્થિતિ, જાણો અપડેટસ
Mahakumbh Stampede:મહાકુંભમાં નાસભાગની ઘટનામાં ગુજરાતી શ્રદ્ધાળુની શું સ્થિતિ, જાણો અપડેટસ
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ બાદ રેલવેનો મોટો નિર્ણય, પ્રયાગરાજ માટેની તમામ સ્પેશ્યલ ટ્રેનો રદ્દ
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ બાદ રેલવેનો મોટો નિર્ણય, પ્રયાગરાજ માટેની તમામ સ્પેશ્યલ ટ્રેનો રદ્દ
Embed widget