Day 10: રવિવારે પણ બૂલેટની સ્પીડથી દોડી સનીની 'ગદર 2' જાણો 10માં દિવસે કેટલું થયુ કલેક્શન
'ગદર 2' પહેલા દિવસથી જ દર્શકોના દિલ જીતી રહી છે. ફિલ્મમાં તારા સિંહ અને સકીનાની જોડીને ફરી એકવાર મોટા પડદા પર જોઈને ચાહકો આનંદથી ઝૂમી રહ્યા છે
Gadar 2 Vs OMG 2 Box Office Collection Day 10: સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મ 'ગદર 2' ભારતીય બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. અનિલ શર્મા દ્વારા દિગ્દર્શિત આ કૉમર્શિયલ પૉટબૉઈલરનો ક્રેઝ તેની રિલીઝના 10 દિવસ પછી પણ દર્શકોમાં ગુંજી રહ્યો છે, અને ફિલ્મે ભારે ભરખમ કલેક્શન કર્યુ છે. 'ગદર 2' સાથે રિલીઝ થયેલી અક્ષય કુમાર સ્ટારર 'OMG 2' પણ બૉક્સ ઓફિસ પર કમાણી સામાન્ય રીતે કરી રહ્યું છે. આ સપ્તાહના અંતે બંને ફિલ્મોના કલેક્શનમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. જાણો 'ગદર 2' અને OMG 2 એ તેમની રિલીઝના 10મા દિવસે કેટલા કરોડનો બિઝનેસ કર્યો છે.
‘ગદર 2’એ રિલીઝના 10માં દિવસે કરી ધાંસૂ કમાણી -
'ગદર 2' પહેલા દિવસથી જ દર્શકોના દિલ જીતી રહી છે. ફિલ્મમાં તારા સિંહ અને સકીનાની જોડીને ફરી એકવાર મોટા પડદા પર જોઈને ચાહકો આનંદથી ઝૂમી રહ્યા છે અને આ સાથે જ ફિલ્મને સિનેમાઘરોમાં પણ જોરદાર દર્શકો મળી રહ્યા છે. આ વીકેન્ડમાં ફરી એકવાર ફિલ્મની કમાણીમાં જોરદાર ગ્રૉથ જોવા મળ્યો. જ્યાં 'ગદર 2' એ શનિવારે 31.07 કરોડનો બિઝનેસ કર્યો હતો, ત્યાં હવે ફિલ્મ રિલીઝના 10મા દિવસે એટલે કે રવિવારે શરૂઆતના આંકડા પણ આવી ગયા છે.
‘ગદર 2’એ તોડ્યો આ ફિલ્મોનો રેકોર્ડ
'ગદર 2' એ 'બાહુબલી 2 - ધ કન્ક્લૂઝન'નો ઓલ ટાઈમ રેકોર્ડ તોડી નાખ્યો છે, જેને તેના બીજા રવિવારે 34.5 કરોડની કમાણી કરી હતી. આ સાથે 'ગદર 2'એ પણ ઘણી ફિલ્મોના લાઈફટાઈમ કલેક્શનને પાછળ છોડી દીધું છે. જેમાં સંજુ 342.53 કરોડ, PK 340.8 કરોડ અને ટાઇગર ઝિંદા હૈ 339.16 કરોડનો સમાવેશ થાય છે. આ સાથે 'ગદર 2' અત્યાર સુધીની 5મી સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની ગઈ છે.
‘ઓએમજી 2’એ રિલીઝના 10માં દિવસે કરી આટલી કમાણી -
'ગદર 2'ના તોફાન સામે અક્ષય કુમારની 'OMG 2' પણ મક્કમ રીતે ઉભી છે અને તેની સાથે આ ફિલ્મ પણ ખૂબ કમાણી કરી રહી છે. આ સપ્તાહના અંતે પણ 'OMG 2'ની કમાણીમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. ફિલ્મે આ શનિવારે 74.63 ટકાના ઉછાળા સાથે 10.53 કરોડનું કલેક્શન કરીને બધાને ચોંકાવી દીધા હતા.અને હવે ફિલ્મની રિલીઝના 10મા દિવસે રવિવારની કમાણીના પ્રારંભિક આંકડા પણ આવી ગયા છે.
'OMG 2' માટે તેના બીજા રવિવારે ડબલ ડિજિટમાં સ્કૉર કરવો અને તે પણ જ્યારે ગદર 2 'ગદર' તેની સામે જોરદાર બિઝનેસ કરી રહી છે ત્યારે તે એક મોટી સિદ્ધિ છે. આવનારા દિવસોમાં આ ફિલ્મ 150 કરોડના ક્લબમાં સરળતાથી એન્ટ્રી કરે તેવી આશા છે.