Gadar : ફિલ્મ ગદરને લઈ સની દેઓલે વર્ષો બાદ કર્યો ખુલાસો
હસી મજાકમાં ક્યારે ઘણી ગંભીર બાબતો પણ સામે આવી જાય છે. કપિલ શર્માના તાજેતરના શોમાં પણ કંઈક આવું જ બન્યું હતું, જ્યાં તારા સિંહ 'ગદર 2'ના તેની સકીના સાથે સીધા સેટ પર પહોંચ્યા હતા.
Bollywood Did Not Appreciate Gadar: સની દેઓલ- અમિષા પટેલ અને સ્વર્ગીય અમરીશ પુરી અભિનિત ફિલ્મ ગદર સુપર ડુપર હિટ નિવડી હતી. હવે આ ફિલ્મનો બીજો ભાગ બનીને તૈયાર થઈ ગઈ છે. ઓગષ્ટ મહિનામાં આ ફિલ્મ રિલીઝ થશે. પરંતુ ગદરના પહેલા ભાગને લઈને સની દેઓલે મહત્વનો ખુલાસો છેક વર્ષો બાદ કર્યો છે. સની દેઓલે ઈન્ડસ્ટ્રી વિરૂદ્ધ જ આંગળી ચિંધી છે.
કપિલ શર્માના શોમાં મજાક-મજાકનો સિલસિલો ચાલતો રહે છે, પરંતુ હસી મજાકમાં ક્યારે ઘણી ગંભીર બાબતો પણ સામે આવી જાય છે. કપિલ શર્માના તાજેતરના શોમાં પણ કંઈક આવું જ બન્યું હતું, જ્યાં તારા સિંહ 'ગદર 2'ના તેની સકીના સાથે સીધા સેટ પર પહોંચ્યા હતા. આ વખતે સની દેઓલ અને અમીષા પટેલ તેમની આગામી ફિલ્મ ગદર 2ના પ્રમોશન માટે આવ્યા હતા.
કપિલના શોમાં સની દેઓલના મોઢેથી બહાર આવ્યું સત્ય?
બોલિવૂડના ઈતિહાસમાં ભારત-પાકિસ્તાન પર બનેલી તમામ ફિલ્મોમાં સની દેઓલની ગદરનું નામ ટોચ પર રહે છે. પરંતુ આ ફિલ્મની રિલીઝ પહેલા કોઈને ગદરના ભવિષ્યનો અંદાજ જ નહોતો. કપિલના શોમાં સની દેઓલે પોતે આ વિશે જણાવ્યું હતું કે, જ્યારે ફિલ્મ રિલીઝ થઈ નહોતી ત્યારે તેની સાથે કેવું વર્તન કરવામાં આવ્યું હતું.
ગદર સુપરહિટ થશે એવી કોઈને કલ્પના પણ નહોતી
જ્યારે સની દેઓલને શોમાં પૂછવામાં આવ્યું કે તેની ફિલ્મ રીલિઝ થવા અંગે તેને કેવું લાગ્યું. નર્વસ લાગે છે? આ સવાલનો જવાબ આપતા સનીએ કહ્યું હતું કે, 'ગભરાટ છે, કારણ કે જ્યારે ગદર આવી હતી તે સમયે ઈન્ડસ્ટ્રીના તમામ લોકોએ અમારી સાથે ઘણું એ કર્યું હતું (આ દરમિયાન, સનીએ અંગૂઠો નીચે તરફ ઈશારો કર્યો અને નિરાશ ચહેરો કર્યો.)
અર્ચના પુરણ સિંહે સનીની આ વાત પર પ્રતિક્રિયા આપતા કહ્યું- હે ભગવાન. ત્યાર બાદ સનીએ કહ્યું હતું કે- 'પરંતુ તમે જે રીતે તેને વધાવી, તેનાથી આખી સ્થિતિ જ બદલાઈ ગઈ.' ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'ગદર-એક પ્રેમ કથા' વર્ષ 2001માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને સની દેઓલ અને અમીષા પટેલની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે. આજે પણ લોકોને આ ફિલ્મના ડાયલોગને ખુબ જ યાદ કરે છે અને બોલે પણ છે.