Gangubai Kathiawadi Box Office Collection: 100 કરોડની ક્લબમાં 'ગંગૂબાઇ'ની થઇ એન્ટ્રી, આલિયાની ફિલ્મએ બનાવ્યો આ રેકોર્ડ
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે
મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’એ બોક્સ ઓફિસ પર 100 કરોડનું કલેક્શન કર્યું છે.
And #GangubaiKathiawadi hits century today [Wed], the fourth #Hindi film to achieve this number [💯 cr], post pandemic [#Sooryavanshi, #PushpaHindi, #83TheFilm]... [Week 2] Fri 5.01 cr, Sat 8.20 cr, Sun 10.08 cr, Mon 3.41 cr, Tue 4.01 cr. Total: ₹ 99.64 cr. #India biz. pic.twitter.com/8RrYeRBedi
— taran adarsh (@taran_adarsh) March 9, 2022
આલિયાની ફિલ્મની બમ્પર કમાણી
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મની કમાણીના નવા આંકડા શેર કર્યા હતા. તેમણે ફિલ્મની કમાણીનું કલેક્શન શેર કર્યું હતું. તરણ આદર્શે ટ્વિટ કરીને લખ્યું હતું કે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’એ આજે (બુધવારે) સદી ફટકારી છે. પોસ્ટ પેન્ડેમિક 100 કરોડનું કલેક્શન કરનાર ચોથી ફિલ્મ બની ગઇ છે. આ અગાઉ આ રેકોર્ડ ફિલ્મ 83, સૂર્યવંશી, પુષ્પા હિન્દીના નામે હતો.
2 અઠવાડિયામાં 100 કરોડની કમાણી
બીજા સપ્તાહમાં પણ ગંગુબાઈ કાઠિયાવાડીનું કલેક્શન શાનદાર રહ્યું છે. પોતાના ટ્વિટમાં આ અંગેનો ઉલ્લેખ કરતા તરણ આદર્શે લખ્યું હતું કે આલિયાની ફિલ્મએ બીજા અઠવાડિયામાં શુક્રવારે 5.01 કરોડ, શનિવારે 8.20 કરોડ, રવિવારે 10.08 કરોડ, સોમવારે 3.41 કરોડ, મંગળવારે 4.01 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે મંગળવાર સુધી ફિલ્મની કુલ કમાણી 99.64 કરોડ થઈ ગઈ છે. ગંગુબાઈની શાનદાર કમાણીનું એ રહસ્ય પણ છે કે બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સાથે બીજી કોઈ મોટી ફિલ્મ ટકરાઇ નથી.
Holi 2022: આવતીકાલથી 8 દિવસ નહીં થાય માંગલિક કાર્ય, જાણો હોળાષ્ટકમાં શું કરશો અને શું નહીં
LIC IPO: હવે કોઈપણ કિંમતે નહીં ટળે LIC IPO! જાણો શું છે કારણ