Hrithik Roshanને થઈ લોહી સંબંધિત ગંભીર બીમારી? બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર પહોંચ્યો તો ચાહકો થયા પરેશાન
Hrithik Roshan Health Update: ફિલ્મ 'બેંગ બેંગ'ના શૂટિંગ દરમિયાન હૃતિક રોશનને માથામાં ઈજા થઈ હતી. ત્યારબાદ 2 મહિના પછી ઓપરેશન દ્વારા તેના મગજમાંથી લોહીનો ક્લોટ નિકળવામાં આવ્યો હતો
Hrithik Roshan Health: બોલિવૂડના ગ્રીક ગોડ હૃતિક રોશન પણ તેની પરફેક્ટ બોડી માટે જાણીતો છે. હૃતિક રોશન નિયમિત વર્કઆઉટ કરે છે અને કડક ડાયટ પણ ફોલો કરે છે. કરોડો ચાહકો તેના સ્નાયુબદ્ધ શરીર પર ફિદા છે. હૃતિકની ફિટનેસ અદ્ભુત છે. પરંતુ તાજેતરમાં જ્યારે તે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર પહોંચ્યો ત્યારે તેના ચાહકો પરેશાન થઈ ગયા હતા. હૃતિકને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર બહાર જોતાં જ ચાહકો વિચારવા લાગ્યા હતા કે શું તેને લોહી સંબંધિત કોઈ બીમારી થઈ છે.
ફિલ્મ 'બેંગ બેંગ' દરમિયાન માથામાં ઈજા થઈ હતી
ફિલ્મ 'બેંગ બેંગ'ના શૂટિંગ દરમિયાન હૃતિક રોશનને માથામાં ઈજા થઈ હતી. જેમાં તેની હાલત ખૂબ જ ખરાબ થઈ હતી. ત્યારબાદ 2 મહિના પછી હૃતિકનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. કારણ કે ફિલ્મના શૂટિંગ દરમિયાન તેને માથામાં ગંભીર ઇજા થઈ હતી જેના કારણે તેના માથામાં બ્લડનો ક્લોટ થઈ ગયો હતો. સામાન્ય સારવાર બાદ પણ બ્લડના ક્લોટ ઓગળ્યાં ન હતા. જેના લીધે હૃતિકનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને બ્લડના ક્લોટને દૂર કરવામાં આવ્યા હતા. જો કે હવે હૃતિક રોશનને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરની બહાર જોવામાં આવ્યા બાદ ચાહકો માની રહ્યા છે કે તેને લોહી સંબંધિત કોઈ સમસ્યા હોઈ શકે છે જેના કારણે તે તેના ચેકઅપ માટે અહીં આવ્યો હોય શકે છે.
'વિચાર્યું કે હું શૂટિંગ દરમિયાન મરી જઈશ': હૃતિક રોશન
જણાવી દઈએ કે રિતિક રોશને તાજેતરના ઈન્ટરવ્યુમાં પોતાના ડિપ્રેશન વિશે વાત કરી હતી. હૃતિક રોશને જણાવ્યું કે ફિલ્મ 'વોર'ના શૂટિંગ દરમિયાન તે ડિપ્રેશનથી પીડિત હતો અને તે દરમિયાન તેને લાગ્યું કે તે બચશે નહીં. અભિનેતાએ કહ્યું હતું કે તે આ ફિલ્મ માટે તૈયાર નથી પરંતુ તેમ છતાં તેણે તેના માટે હા પાડી હતી.
રિતિક રોશનની આગામી ફિલ્મ
હૃતિક રોશને કહ્યું કે આ ફિલ્મ પૂરી કરવી તેના માટે કોઈ પડકારથી ઓછી નથી. જણાવી દઈએ કે હૃતિક રોશનની પાછલી ફિલ્મ 'વિક્રમ વેધા' હતી જે બોક્સ ઓફિસ પર વધારે સફળતા ન બતાવી શકી. આ મેગા બજેટ રિમેક ફિલ્મ બાદ રિતિક રોશન ટૂંક સમયમાં ફિલ્મ 'ફાઇટર'માં જોવા મળશે.