Priyanka Chopra પતિ નિક અને દીકરી માલતી સાથે એન્જોય કરી રહી છે પરફેક્ટ વિંટર્સ ડે, જુઓ સુંદર તસવીરો
Priyanka Chopra: પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે. હાલમાં અભિનેત્રીએ પતિ નિક અને પુત્રી માલતી સાથે પરફેક્ટ વિન્ટર્સ ડેની તસવીરો શેર કરી છે.
Priyanka Chopra Winter Look: ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપરા હોલીવુડથી લઈને બોલિવૂડ ફિલ્મો, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ સહિતના સામાજિક કાર્યોમાં ખૂબ જ વ્યસ્ત છે. જો કે આ બધા જ કામો વચ્ચે એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા પોતાના પરિવાર માટે સમય તો કાઢી જ લે છે. હાલમાં પ્રિયંકા પોતાના પરિવાર સાથે વેકેશનની મજા માણી રહી છે અને અવારનવાર તેની સુંદર તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે તેવામાં હાલમાં જ પ્રિયંકા ચોપરાએ તેના પતિ નિક જોનાસ અને દીકરી માલતી મેરી ચોપરા સાથેની સુંદર તસવીરો શેર કરી છે.
પ્રિયંકાએ તેના પરફેક્ટ વિન્ટર્સ ડેની તસવીરો શેર કરી
પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને ઘણી વાર પોતાની અને તેના પરિવારની તસવીરો ચાહકો માટે શેર કરતી રહે છે. ત્યારે હાલમાં જ અભિનેત્રીએ પતિ નિક અને પુત્રી માલતી સાથે પરફેક્ટ વિન્ટર્સ ડેની કેટલીક મનમોહક તસવીરો શેર કરી છે. જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.
View this post on Instagram
પ્રિયંકાએ નિક સાથે મિરર સેલ્ફી તસવીર શેર કરી
પહેલી તસવીર પ્રિયંકા અને નિકની મિરર સેલ્ફીની છે. આ તસવીરમાં પીસી ફોટો માટે અદ્ભુત રીતે પોઝ આપતી જોવા મળી રહી છે. જ્યારે તેનો પતિ નિક તેના ફોનમાં વ્યસ્ત છે. બંને વિન્ટર ડ્રેસમાં જોવા મળી રહ્યા છે. પીસીએ સફેદ ટી-શર્ટ, ફઝી બ્લેક જેકેટ અને પ્રિન્ટેડ જેગિંગ્સ સાથે સફેદ બીની પહેરેલી છે. જ્યારે નિક ઓલ-બ્લેક આઉટફિટમાં ડેપર લાગે છે. બાકીની બે તસવીરોમાં આ કપલ તેમની નાની બાળકી માલતી સાથે જોવા મળે છે. પ્રિયંકા-નિકની દીકરીનો ચહેરો દેખાતો ન હોવા છતાં, તે મોટા કદના સફેદ જેકેટ અને પટ્ટાવાળી બીનીમાં સુપર ક્યૂટ લાગી રહી છે. તસવીરો શેર કરતાં અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, "શિયાળા માટે પરફેક્ટ દિવસ. Ps: 1st pic- પતિને મારી મિરર સેલ્ફીમાં ખરેખર રસ છે."
પ્રિયંકા ચોપરા વર્કફ્રન્ટ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ચોપરા પાસે ઘણા પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં અમેરિકન ફિલ્મ 'લવ અગેન'માં અભિનેતા સેમ હ્યુગન અને સેલિન ડીયોન સાથે જોવા મળશે. તે હોલીવુડ અભિનેતા રિચર્ડ મેડન સાથે એમેઝોન પ્રાઇમ વીડિયોની થ્રિલર શ્રેણી સિટાડેલમાં પણ જોવા મળશે. આ સિવાય પ્રિયંકા ચોપરા બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને કેટરીના કૈફ સાથે ફરહાન અખ્તર દ્વારા નિર્દેશિત ફિલ્મમાં પણ જોવા મળશે.