શોધખોળ કરો

IND vs PAK: સલમાન, જોનથી લઈને શાહરુખ સુધીના સ્ટારની આ ફિલ્મોમાં જોવા મળ્યો IND vs PAK મેચનું જુનુન

અમે તમને બોલીવુડની તે ફિલ્મો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં ભારતીય ક્રિકેટ ટીમ અને પાકિસ્તાન ક્રિકેટ ટીમની મેચની ઝલક જોવા મળી હતી.

Cricket Match Scene In Movies: એશિયા કપ 2022 ની ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે આજે મેચ રમાઈ રહી છે. દુબઈમાં યોજાઈ રહેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન, અમે તમને બોલીવુડની તે ફિલ્મો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં ભારતીય ક્રિકેટ ટીમ અને પાકિસ્તાન ક્રિકેટ ટીમની મેચની ઝલક જોવા મળી હતી.

બટાલિયન 609

હિન્દી ફિલ્મ બટાલિયન 609માં એક વાર્તા દર્શાવવામાં આવી છે જેમાં ભારતીય સેના અને પાકિસ્તાની સેના વચ્ચે ક્રિકેટ મેચ બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં ભારત અને પાકિસ્તાનની આ મેચ બંને દેશો વચ્ચે વધી રહેલી ચર્ચા બાદ રમાઈ છે. જેના પરિણામે હારેલી ટીમની સેનાએ સરહદી સીમાથી 18 કિમી પાછળ હટી જવું પડ્યું છે.

ઢીશૂમ

બોલિવૂડ સુપરસ્ટાર જોન અબ્રાહમ, વરુણ ધવન અને સાકિબ સલીમની ફિલ્મ ઢીશૂમ ખૂબ જ સારી ફિલ્મ છે. અભિનેતા સાકિબ સલીમે આ ફિલ્મમાં વિરાજ નામના ભારતીય ક્રિકેટરની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પણ બતાવવામાં આવી છે.

કેદારનાથ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ઝલક અભિનેત્રી સારા અલી ખાનની ડેબ્યુ ફિલ્મ કેદારનાથમાં પણ જોવા મળી હતી. ફિલ્મમાં એક દ્રશ્ય બતાવવામાં આવ્યું છે, જ્યારે સારા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે ભારત વિરુદ્ધ પાકિસ્તાનની મેચ જોઈ રહી છે.

પ્યાર કા પંચનામા 2

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનની ફિલ્મ પ્યાર કા પંચનામા 2માં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યનની ગર્લફ્રેન્ડ અભિનેત્રી નુસરત ભરૂચા તેને ક્રિકેટ મેચ છોડીને ડેટ પર જવા માટે કહે છે.

બજરંગી ભાઈજાન

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ બજરંગી ભાઈજાનમાં ભારતીય ક્રિકેટ ટીમ અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચેની મેચની ઝલક બતાવવામાં આવી છે. જ્યારે ફિલ્મમાં મુન્નીનું પાત્ર ભજવતી હર્ષાલી મલ્હોત્રા પાકિસ્તાનની જીતની ઉજવણી કરી રહી છે.

કભી ખુશી કભી ગમ

નિર્માતા કરણ જોહરની ફિલ્મ કભી ખુશી કભી ગમ આ યાદીમાંથી કેવી રીતે બહાર રહી શકે. આ ફિલ્મમાં બોલિવૂડ અભિનેત્રી કાજોલ ક્રિકેટ મેચ બાદ પાકિસ્તાન પર ભારતની જીતની ઉજવણી કરતી જોવા મળે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Embed widget