શોધખોળ કરો
Advertisement
વાયુસેના બૉલીવુડની કઇ ફિલ્મ પર ભડકી, સેન્સર બોર્ડમાં લેટર લખીને શું કરી માંગ, જાણો વિગતે
વાયુસેનાનુ કહેવુ છે કે, ફિલ્મમાં સેનાની ઇમેજને ખોટી રીતે દર્શાવવામાં આવી છે.વાયુસેના તરફથી સેન્સર બોર્ડને પત્ર લખ્યો છે, અને આના પર એક્શન લેવાની માંગ કરી છે
મુંબઇઃ બૉલીવુડની વધુ એક ફિલ્મ વિવાદોમાં સપડાઇ છે. આ વખતે સ્ટાર કિડ્સ જ્હાન્વી કપૂરની ફિલ્મ 'ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ'ને લઇને વિવાદ ઉભો થયો છે ભારતીય વાયુસેનાએ ફિલ્મના કેટલાક સીન્સ પર આપત્તિ દર્શાવી છે, અને એક લેટર લખીને સેન્સર બોર્ડને ફરિયાદ કરી છે. વાયુસેનાનુ કહેવુ છે કે, ફિલ્મમાં સેનાની ઇમેજને ખોટી રીતે દર્શાવવામાં આવી છે.વાયુસેના તરફથી સેન્સર બોર્ડને પત્ર લખ્યો છે, અને આના પર એક્શન લેવાની માંગ કરી છે.
એક વરિષ્ઠ અધિકારીએ એ જાણકારી આપી છે, આ ફિલ્મ આજે નેટફ્લિક્સ પર રિલીઝ થઇ છે.'ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ' ભારતીય વાયુસેનાની લડાકૂ પાયલટ ગુંજન સક્સેનાના જીવન પર આધારિત છે. ભારતીય વાયુસેનાની અધિકારી ગુંજન સક્સેના 1999ના કારગિલ યુદ્ધમાં ભાગ લેનારી પહેલી મહિલા પાયલટ બની. આનુ નિર્માણ કરણ જૌહરની ધર્મા પ્રૉડક્શને કર્યુ છે. જ્હાન્વી કપૂરે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવી છે.
અધિકારી કહ્યુ કે, ભારતીય વાયુસેનાએ ફિલ્મ 'ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ'ના કેટલાક એવા સીન્સ પર આપત્તિ દર્શાવતા કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડને એક પત્ર લખ્યો છે, જેમાં તેને અનુચિત રીતે નકારાત્મક રીતે દર્શાવવામાં આવ્યા છે.સુત્રોનુ કહેવુ છે કે રક્ષા મંત્રાલયે ગયા મહિને જ્યારે વેબસીરીઝમા સશસ્ત્ર દળોના જવાનોના કેરેક્ટર પર મોટી આપત્તિ દર્શાવતા સીબીએફસીને પત્ર લખ્યો હતો.
પહેલા આ ફિલ્મ 13 માર્ચ 2020એ થિએટરોમાં રિલીઝ થવાની હતી. પછી કૉવિડ-19ના કારણે ફિલ્મની રિલીઝને અટકાવી દેવામાં આવી હતી. હવે આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઇ છે. જ્હાન્વી કપૂરની આ બીજી ફિલ્મ છે, તેને પહેલી ફિલ્મ ધડકથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion