શોધખોળ કરો
Advertisement
કંગના રનૌતના ઘરમાં તોડફોડ મામલે BMCને મોટો ઝટકો, કોર્ટે શું કરવા આદેશ આપ્યો, જાણો વિગતે
બૉમ્બે હાઇકોર્ટે કહ્યું કે BMCએ અધિકારોનો દુરપયોગ કર્યો છે. સાથે કોર્ટ કંગનાની ઓફિસમાં તોડફોડથી થયેલા નુકશાનની તાપસ સ્વતંત્ર એજન્સી પાસે કરાવવાનો આદેશ આપ્યો છે. નુકશાનની ચૂકવણી માટે એજન્સીના રિપોર્ટ પર ફેંસલો હાઇકોર્ટ બાદમાં સુનાવશે
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌતના બંગલામાં તોડફોડ મામલામાં બીએમસીની નૉટિસ બૉમ્બે હાઇકોર્ટ રદ્દ કરી દીધી છે. BMCને આ મામલે બૉમ્બે હાઇકોર્ટે મોટો ઠપકો આપ્યો છે. બૉમ્બે હાઇકોર્ટે કહ્યું કે BMCએ અધિકારોનો દુરપયોગ કર્યો છે. સાથે કોર્ટ કંગનાની ઓફિસમાં તોડફોડથી થયેલા નુકશાનની તાપસ સ્વતંત્ર એજન્સી પાસે કરાવવાનો આદેશ આપ્યો છે. નુકશાનની ચૂકવણી માટે એજન્સીના રિપોર્ટ પર ફેંસલો હાઇકોર્ટ બાદમાં સુનાવશે.
કંગના રનૌતના બંગલા પર BMCએ નોટિસ જાહેર કરી હતી, અને નોટિસ આપ્યાના 24 કલાકની અંદર જ તોડફોડ કરી દીધી હતી. કંગના આ તોડફોડ વિરુદ્ધ બૉમ્બે હાઇકોર્ટ ગઇ હતી. જ્યાં તેને કહ્યું હતુ કે નોટિસ આપ્યાનો સમય ઓછામાં ઓછો 14 દિવસનો હોવો જોઇએ, પરંતુ બીએમસીએ એકતરફથી કાર્યવાહી કરતા 24 કલાકની અંદર જ મારા ઘરમાં તોડફોડ કરી દીધી હતી.
કોર્ટના આદેશ પર કંગનાએ શું કહ્યું.....
કંગના રનૌતે બૉમ્બે હાઇકોર્ટના ફેંસલા પર આનંદ વ્યક્ત કર્યો છે. તેને કહ્યું જ્યારે કોઇ વ્યક્તિ સરકાર વિરુદ્ધ ઉભી થાય છે, અને જીત મેળવે છે, તો આ વ્યક્તિની જીત નથી હોતી. પણ આ લોકતંત્રની જીત હોય છે. આ તમામને ધન્યવાદ જેમને હિંમત આપી, અને તે લોકોને પણ ધન્યવાદ જે લોકો મારા તુટેલા સપનાઓ પર હંસ્યા. આનુ એકમાત્ર કારણ છે કે તમે ખલનાયકની ભૂમિકા નિભાવો છો, એટલા માટે હુ એક હીરો હોઇ શકુ છું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement