શોધખોળ કરો
Advertisement
કંગના રનૌત જાતે ડાયરેક્ટ કરશે ફિલ્મ 'અપરાજિત અયોધ્યા', જાણો શું હશે સ્ટૉરી......
ખાસ વાત છે કે, એક સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે કંગનાની આ પહેલી ફિલ્મ હશે, જોકે, કંગના આને લઇને બિલકુલ નર્વસ નથી
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌતે ગયા વર્ષો પોતાના દમદાર ડાયરેક્શનથી લોકોને આકર્ષિત કર્યા હતા. એક્ટ્રેસની ફિલ્મ મણિકર્ણિકાઃ ધ ક્વિન ઓફ ઝાંસી જાન્યુઆરીમાં રિલીઝ થઇ હતી, આમાં તે કૉ-ડાયરેક્ટરની ભૂમિકા નિભાવી અને ફિલ્મમાં લીડ રૉલ પણ કર્યો હતો. હવે એક્ટ્રેસ પોતાની નવી ફિલ્મ લઇને આવી રહી છે.
તાજેતરમાં જ એક્ટ્રેસ કંગનાએ પોતાની આગામી ફિલ્મ 'અપરાજિત અયોધ્યા' વિશે વાત કરી, આ ફિલ્મની કહાની કેવી વિજયેન્દ્ર પ્રસાદે લખી છે, તેને બાહુબલી સીરીઝ અને મણિકર્ણિકાઃ ધ ક્વિન ઓફ ઝાંસીની કહાની પણ લખી હતી. આ ફિલ્મની કહાની પૉપ્યૂલર રામ મંદિર મામલા પર મુદ્દાઓના આધારિત હશે, કંગના આ ફિલ્મને ડાયરેક્ટ કરશે, આ વાતની તેને સ્પષ્ટતા કરી છે.
કંગનાએ કહ્યું કે ફિલ્મને ડાયેરક્ટ કરવાનો પ્લાન મારા માટે ન હતો, એક પ્રૉજેક્ટ તરીકે મે આની શરૂઆત કરી, હું આને પ્રૉડ્યૂસ કરવા માંગતી હતી. મે આના ડાયરેક્શન વિશે ન હતુ વિચાર્યુ, જોકે, કેવી વિજયેન્દ્ર પ્રસાદે આની સ્ક્રિપ્ટ એક ફિલ્મના સેટ પર એક મોટા કેનવાસ પર શેર કરી, મારી હિસ્ટૉરિક ફિલ્મના ડાયરેક્શનના આધાર પર મારા સાથીઓએ મને આના ડાયરેક્ટ કરવાનુ કહ્યું તેઓ ઇચ્છતા હતા કે હું ફિલ્મને ડાયરેક્ટ કરું.
ખાસ વાત છે કે, એક સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે કંગનાની આ પહેલી ફિલ્મ હશે, જોકે, કંગના આને લઇને બિલકુલ નર્વસ નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement