શોધખોળ કરો
ઠંડીથી બચવા માટે કંગનાની માતાએ કર્યો આવો દેશી જુગાડ, ફનિ તસવીર વાયરલ
સોશિયલ મીડિયા પર કંગનાની માતાની એક તસવીર વાયરલ થઇ છે.આ સીન જોયા બાદ કંગના ખુદ ખડખડાટ હસી પડી હતી. શું છે આ વીડિયોમાં અને કંગનાની માતાએ કેવો કર્યો જુગાડ જાણીએ....
![ઠંડીથી બચવા માટે કંગનાની માતાએ કર્યો આવો દેશી જુગાડ, ફનિ તસવીર વાયરલ Kangna mothers photo viral, kangna laugh on this picture ઠંડીથી બચવા માટે કંગનાની માતાએ કર્યો આવો દેશી જુગાડ, ફનિ તસવીર વાયરલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/22172052/Kangana-Ranaut-31st-birthday-1280x720.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
બોલિવૂડ: એક્ટ્રેસ કંગના રનૌતે સોશિયલ મીડિયા પર તેમની માતાની એક તસવીર શેર કરી છે. આ ફનિ તસવીરને જોઇને તેમના ફેન્સ હસવાનું રોકી ન શક્યાં, તો કંગના પણ ખુદ તસવીર જોઇ ખુદ ખડખટાડ હસી પડી.
થયું કંઇક એવું કે, કંગનાના મમ્મીને કિચનમાં ખૂબ જ ઠંડી લાગતી હતી. તેથી તેમણે બહાર તાપમાં રસોઇ બનાવવાનું નક્કી કર્યું. આ સાથે કંગનાની માતાએ આંગણામાં જે રીતે કિચન સેટઅપ ઉભું કર્યું છે. તે ખરેખર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે.
કંગનાએ જે તસવીર શેર કરી છે. તેમાં માતાએ હવન કુંડમાં ઉપર સ્ટવનું સ્ટેન્ડ રાખીને આંગણામાં ચૂલો બનાવ્યો છે.. આ જુગાડુ સ્ટવ પર તેમણે તવી મૂકી છે. જેના પર તે મકાઇની રોટલી બનાવી રહી છે, જેને તાવેથાથી પલટાવી રહી છે. આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ છે.
કંગનાએ ફોટો કેપ્શમાં લખ્યું છે કે, “મમ્મી સાથે જ્યારે વાત થઇ તો, તેમણે જણાવ્યું કે, આંગણામાં સવારના તાપમાં જ રસોઇ કરી રહી છું. મને કિચન સેટિંગ જોવાની જિજ્ઞાસા જાગી. જ્યારે મેં આ કિચન સેટિંગનો ફોટો મંગાવ્યો તો હું મારૂ હસવાનું રોકી ન શકી. મારી મા પર મને ગર્વ છે. જે દરેક નાની-મોટી મુશ્કેલીનો મજેદાર હલ શોધી કાઢે છે. આ મજેદાર જુગાડ પણ અદભૂત છે”
વર્કફ્રન્ટની વાત કરીએ તો કંગના રનૌત ફિલ્મ થલાઇવીમાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઇ ગયું છે. હાલ પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં તે જયલલિતાની ભૂમિકા અદા કરી રહી છે. આ સિવાય ફિલ્મ ધાકડ અને તેજસ ફિલ્મમાં પણ તેમની મહત્વપૂર્ણ ભૂમિકા છે.Spoke to mother she said kitchen is too cold so cooking outside in the sun, on angithi, I got curious, when I saw this couldn’t stop laughing, no jugad like desi jugad... proud of my mother to come up with this resourceful invention ???????????? pic.twitter.com/Q90U11xMtO
— Kangana Ranaut (@KanganaTeam) January 22, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ખેતીવાડી
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)