Hun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાઓની સાથે કોણ, સામે કોણ?
ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ સિલિકા માફિયાઓ સામે મોરચો માંડ્યો. તેમણે પહેલા સોશલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે, ઝઘડિયાના દમલાઈમાં સિલિકા અને અન્ય ખનીજ ચોરી રાત્રિના 50થી 60 ડમ્પરો મારફતે થાય છે. ત્યારબાદ તેમણે સ્થાનિકોને સાથે રાખીને જનતા રેડ કરી. ખનનની જગ્યા પર જનતા રેડમાં સાંસદ મનસુખ વસાવાની સાથે પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા મહેશ વસાવા અને મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા. જનતા રેડ કરીને મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો કે પ્રશાસનના અધિકારીઓની મીલીભગતથી સિલિકા ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું છે. તો બીજી તરફ સાંસદ મનસુખ વસાવાએ જનતા રેડ કરતા સરપંચ સાથે બોલાચાલી થઈ. સરપંચનું કહેવું છે કે, ગેરકાયદે ખનન ચોરીમાં પંચાયતનો કોઈ રોલ નથી. ખોટું નહીં ચલાવી લઈએ
સુરેન્દ્રનગરના ચોટીલા પંથકમાં ખનન માફિયાઓ સામે લાલ આંખ.ડેપ્યુટી કલેકટરે પાંચ ડમ્પર ઝડપી પાડ્યા. રેતી, કાર્બો સેલ, ડમ્પર, મોબાઈલ, સહિત 1.20 કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો. ચોટીલાના ડેપ્યુટી કલેકટર પ્રાંત ઓફિસમાંથી બહાર નીકળી કઈ બાજુ જાય છે તેનો ઓડિયો પણ સામે આવ્યો. ખનીજ ચોરો કાર્યવાહીથી બચવા પ્રાંત અધિકારીની કારની રેકી કરતા. પોલીસે રેકી માટે ઉપયોગમાં લેવાતો મોબાઈલ જપ્ત કર્યો.





















