શોધખોળ કરો
Advertisement
Kanika Kapoor ની આલ્બમ ‘જુગની 2.0’ થી ધમાકેદાર વાપસી, અત્યાર સુધીમાં 60 લાખ લોકોએ જોયું ગીત
કોરોના વાયરસને મ્હાત આપનારી પ્રથમ સેલિબ્રિટી કનિકા કપૂર હાલના દિવસોમાં ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે. કોરોનાના કારણે નહી પરંતુ પોતાના નવા આલ્બમ જુગની 2.0ની કારણે કનિકા ચર્ચામાં છે.
કોરોના વાયરસને મ્હાત આપનારી પ્રથમ સેલિબ્રિટી કનિકા કપૂર હાલના દિવસોમાં ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે. કોરોનાના કારણે નહી પરંતુ પોતાના નવા આલ્બમ જુગની 2.0ની કારણે કનિકા ચર્ચામાં છે. કનિકાનો આ આલ્બમ જી મ્યૂઝિકના યૂટ્યૂબ ચેનલ પર રિલીઝ થયો છે, જેને અત્યાર સુધીમાં 60 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. કનિકાએ જ આ પહેલા જુગની જી ગીત ગાયું હતું જે અત્યાર સુધી લોકો વચ્ચે પોપ્યૂલર છે.
">
તમને જણાવીએ કે દેશમાં જ્યારે કોરોનાની શરૂઆત થઈ હતી એ સમયે કનિકા સંક્રમિત થઈ હોવાના સમાચાર આવ્યા હતા. કનિકાને જ્યારે ખબર પડી કે તે કોરોના પોઝિટિવ છે, ત્યાં સુધીમાં તે એક લગ્નના સમારોહ સહિત એક-બે અન્ય વીઆઈપી પાર્ટીમાં પહોંચી હતી. આજ કારણે તેને સુપરસ્પ્રેડર સમજવામાં આવી અને સમગ્ર દેશમાં તેની વિરુદ્ધ ગુસ્સાનો માહોલ બન્યો હતો.
ઉલ્લેખનીય છે કે બોલીવૂડના ઘણા ફેમસ ગીત કનિકાએ ગાયા છે જેમાં બેબી ડૉલ ગીત માટે તેને સર્વશ્રેષ્ઠ મહિલા પ્લેબેક સિંગરનો ફિલ્મફેયર એવોર્ડ પણ મળી ચૂક્યો છે. આ સિવાય કનિકાએ ચિટ્ટિયા કલાઈયા, ડા ડા ડસ્સે જેવા ફેમસ ગીત ગાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દેશ
ક્રિકેટ
Advertisement