KGF Chapter 2: સંજય દત્તના જન્મદિવસ પર KGF ચેપ્ટર 2ના મેકર્સે જાહેર કર્યું ફિલ્મનું પોસ્ટર, ‘અધીરા’ના અંદાજમાં જોવા મળ્યો શાનદાર લુક
બોલીવૂડના સુપરસ્ટાર સંજય દત્તને જન્મદિવસ પર સમગ્ર દેશમાંથી શુભેચ્છાઓ મળી રહી છે. ફેન્સ તેને શુભેચ્છાઓ આપી રહ્યા છે. એવામાં કેજીએફ: ચેપ્ટર 2ના મેકર્સે તેમના માટે આ દિવસને ખાસ બનાવ્યો છે.
મુંબઈ: બોલીવૂડના સુપરસ્ટાર સંજય દત્તને જન્મદિવસ પર સમગ્ર દેશમાંથી શુભેચ્છાઓ મળી રહી છે. ફેન્સ તેને શુભેચ્છાઓ આપી રહ્યા છે. એવામાં કેજીએફ: ચેપ્ટર 2ના મેકર્સે તેમના માટે આ દિવસને ખાસ બનાવ્યો છે. આ ખાસ દિવસ પર મેકર્સે ફિલ્મનું નવું પોસ્ટ રિલીઝ કર્યું છે જેમાં અધીરા એટલે કે સંજય દત્ત શાનદાર લુકમાં જોવા મળી રહ્યો છે.
શાનદાર અંદાજમાં જોવા મળ્યો સંજય દત્ત
આ પોસ્ટરમાં આંખો ઉપર કાળા ચશ્મા પહેરી સંજય દત્ત ખૂબ જ પાવરફૂલ જોવા મળી રહ્યો છે. તેમનો ડ્રેસ પણ કોઈ મહાન યોદ્ધા જેવો લાગી રહ્યો છે. અને ખભા પર ભારે તલવાર એ દર્શાવવા માટે ઘણી છે કે અધીરા ફિલ્મમાં કેવી ધમાલ મચાવશે. આ પોસ્ટર સાથે એક્સેલ મૂવીઝ કેપ્શન લખ્યું, યુદ્ધ પણ આગળ વધવા માટે હોય છે, ગિદ્ધ પણ તેનાથી સહમત હશે. અધીરા હેપ્પી બર્થડે સંજય દત્ત.
પોસ્ટરમાં તમે જોશો કે સંજયે હાથમાં તલવાર પકડી રાખી છે. પોસ્ટરમાં તેનો ડાર્ક લૂક અને લાંબી પોનીટેલ પણ જોવા મળે છે. સંજયનો લુક તેના પાત્રના નામ જેવો જ છે. જણાવી દઈએ કે ચાહકો ઘણા સમયથી કેજીએફ ચેપ્ટર 2 ની રાહ જોઈ રહ્યાં છે. પ્રથમ ભાગને મળેલી જબરદસ્ત સફળતા પછી, મેકર્સ બીજા ભાગને બનાવવા કોઈ કસર છોડવા નથી માંગતા , એટલાં માટે જ આ ભાગ માટે બે ગણી મહેનત કરી રહ્યાં છે.
યશ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે, જેમણે પહેલા ભાગથી જ દરેકનું દિલ જીતી લીધુ હતું. યશ અને સંજય સિવાય રવીના ટંડન પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા નિભાવશે. અત્યાર સુધીમાં બધા પાત્રોના લૂક સામે આવી ગયા છે.
ફિલ્મના શૂટિંગ દરમિયાન સંજય અને યશ વચ્ચે ઘણો સારો બોન્ડ બની ગયો હતો. ઘણો સમય બંને એક સાથે વિતાવતા. એવું જાણવામાં આવ્યું હતું કે શૂટિંગ દરમિયાન એવું લાગ્યું ન હતું કે સંજુ અને યશ પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. શૂટિંગ જેમ જેમ આગળ વધ્યું તેમ તેમ બંનેની બોન્ડિંગ પણ એકબીજા સાથે વધી ગઈ.
આ સિવાય સંજય દત્ત પાસે બીજી ઘણી ફિલ્મોમાં પણ છે. તે ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા, શમશેરા અને પૃથ્વીરાજમાં જોવા મળશે.