KRK on Twitter: 'બ્રહ્માસ્ત્ર'ના કારણે આત્મહત્યા કરવાનો હતો કરણ જોહર? KRKનો દાવો- 'મુકેશ અંબાણીએ 300 કરોડની આપી લોન
કેઆરકેનું કહેવું છે કે બ્રહ્માસ્ત્રના ખરાબ કલેક્શનને કારણે નિર્માતા કરણ જોહરે આત્મહત્યાનો ડ્રામા કર્યો હતો. અને બાદમાં મુકેશ અંબાણીએ તેમને 300 કરોડની લોન આપી હતી.
KRK on Twitter: અભિનેતા KRK તેના વિવાદિત નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. KRKની ટ્વીટ વારંવાર હંગામો મચાવે છે અને આવી સ્થિતિમાં હવે તેણે કરણ જોહર અને બ્રહ્માસ્ત્રને લઈને મોટું નિવેદન આપ્યું છે. KRK કહે છે કે નિર્માતા કરણ જોહરે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અભિનીત બ્રહ્માસ્ત્રના નબળા કલેક્શનને કારણે સુસાઇડ કરવાનું નાટક કર્યું હતું . બાદમાં મુકેશ અંબાણીએ તેને 300 કરોડની લોન આપી હતી.
According to sources, Sometimes ago, Karan Johar made a drama at his home for suicide coz of huge loss of #Brahmastra! Then Mukesh Ambani gave him ₹300Cr loan. Now Question is this, why Karan doesn’t tell to world clearly that he has become bankrupt coz of disaster #Brahmastra
— KRK (@kamaalrkhan) December 2, 2022
શું છે KRKનું ટ્વિટ?
KRKએ કરણ જોહર અને બ્રહ્માસ્ત્રના કલેક્શનને લઈને પોતાના ટ્વીટમાં લખ્યું 'સૂત્રો અનુસાર, થોડા સમય પહેલા કરણ જોહરે તેના ઘરે એક સુસાઈડ ડ્રામા કર્યો હતો, જેનું કારણ બ્રહ્માસ્ત્રના કલેક્શનમાં ભારે નુકસાન હતું. ત્યારબાદ મુકેશ અંબાણીએ તેને 300 કરોડ રૂપિયાની લોન આપી હતી. હવે સવાલ એ છે કે કરણ જોહર દુનિયાને સ્પષ્ટ કેમ નથી કહેતો કે તે બ્રહ્માસ્ત્રને કારણે નાદાર થઈ ગયો છે.
બ્રહ્માસ્ત્રના કલેક્શન પર પ્રશ્ન
આ પહેલીવાર નથી કે જ્યારે KRKએ કરણ જોહર અને બ્રહ્માસ્ત્ર વિશે ટ્વિટ કર્યું હોય. આ પહેલા પણ KRK બ્રહ્માસ્ત્રના કલેક્શન પર સવાલ ઉઠાવી ચૂક્યો છે. કેઆરકેનું કહેવું છે કે બ્રહ્માસ્ત્રનું કલેક્શન ખોટી રીતે બતાવવામાં આવ્યું છે જેથી દર્શકો ફિલ્મ તરફ આકર્ષાય. પોતાના એક જૂના ટ્વીટમાં KRKએ લખ્યું, "થિયેટર ખાલી છે પરંતુ તેમ છતાં ફિલ્મ બ્રહ્માસ્ત્ર બમ્પર બિઝનેસ કરી રહી છે કારણ કે ગુરુ અને મંગળના એલિયન્સ આ ફિલ્મ જોવા માટે પૃથ્વી પર આવી રહ્યા છે."
બ્રહ્માસ્ત્રનું કલેક્શન કેટલું?
એક તરફ જ્યાં KRK બ્રહ્માસ્ત્રના કલેક્શન પર સવાલ ઉઠાવે છે, તો બીજી તરફ ટ્રેડ એનાલિસ્ટના મતે આ ફિલ્મે દુનિયાભરમાં 430 કરોડથી વધુની કમાણી કરી છે. જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું બજેટ પણ લગભગ 350-400 કરોડ રૂપિયા હતું, જેનું મુખ્ય કારણ તેનું VFX હતું. જણાવી દઈએ કે આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પહેલીવાર સાથે જોવા મળ્યા હતા. સાથે જ મૌની રોયે પણ ફિલ્મમાં દિલ જીતી લેનારો અભિનય આપ્યો હતો. આ સિવાય આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની પણ મહત્વની ભૂમિકા હતી. નાગાર્જુન અને શાહરૂખ ખાનના કેમિયોએ પણ બધાને ઉત્સાહિત કર્યા હતા.