શોધખોળ કરો

100 કરોડની કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ 'લાલો' હવે OTT પર ધૂમ મચાવશે, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ?

Laalo Krishna Sada Sahaayate OTT: ગુજરાતી ફિલ્મ "લાલો કૃષ્ણ સદા સહાયતે" 6 માર્ચે સોની લિવ પર સ્ટ્રીમ થઈ રહી છે. ₹50 લાખમાં બનેલી આ ફિલ્મે ₹100 કરોડથી વધુની કમાણી કરી અને લોકોના દિલ જીતી લીધા.

Laalo Krishna Sada Sahaayate OTT: ગુજરાતી સિનેમાની સુપરહિટ ફિલ્મ 'લાલો-કૃષ્ણ સદા સહાયતે' હવે OTT પ્લેટફોર્મ પર આવવા માટે તૈયાર છે. થિયેટરમાં જબરદસ્ત કમાણી કર્યા બાદ હવે આ ફિલ્મ ઘરબેઠાં દર્શકો સુધી પહોંચશે. માત્ર 50 લાખ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કરીને ઈતિહાસ રચી દીધો હતો. હવે મેકર્સે તેની ડિજિટલ રિલીઝ ડેટ પણ કન્ફર્મ કરી દીધી છે. આ ફિલ્મ 6 માર્ચ 2026 થી 'સોની લિવ' (Sony LIV) પર સ્ટ્રીમ થશે, જે ગુજરાતી ભાષામાં રિલીઝ કરવામાં આવશે. જોકે, એવી પણ આશા છે કે ફિલ્મ હિન્દી વર્ઝનમાં પણ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે.

 

ભગવાન કૃષ્ણએ બચાવ્યો લાલાનો જીવ

ફિલ્મની વાર્તા  લાલો નામના એક ઓટો-રિક્ષા ડ્રાઈવરની આસપાસ ફરે છે, કૃષ્ણનું પાત્ર શ્રુહાદ ગોસ્વામીએ ભજવ્યું છે. લાલો પોતાના ભૂતકાળના ખોટા નિર્ણયો અને પસ્તાવામાં ડૂબેલો માણસ છે. તે ડિપ્રેશન સામે ઝઝૂમી રહ્યો છે અને ધીરે-ધીરે દારૂના વ્યસનનો શિકાર બની ગયો છે. જીવનથી નિરાશ લાલો એક દિવસ ઝડપથી પૈસા કમાવવાના ચક્કરમાં એક નિર્જન ફાર્મહાઉસમાં ફસાઈ જાય છે, જ્યાં તે સંપૂર્ણપણે એકલો પડી જાય છે. આ એકલતાની વચ્ચે તેને ભગવાન કૃષ્ણના દર્શન થવા લાગે છે, જે તેને તેના ડર, અપરાધભાવ અને નબળાઈઓમાંથી બહાર આવવાનો રસ્તો બતાવે છે. લાલોના દરેક વિચારમાં તેની પત્ની તુલસી અને પુત્રીની યાદો વણેલી હોય છે. તુલસીનું પાત્ર રીવા રચ દ્વારા ભજવવામાં આવ્યું છે. ભગવાન કૃષ્ણની દિવ્ય ઝલક દ્વારા લાલો પોતાના ભૂતકાળનો સામનો કરે છે અને ધીરે-ધીરે પોતાને બદલવાનો પ્રયાસ કરે છે.

ક્યારે રિલીઝ થઈ હતી ફિલ્મ?

નિર્દેશક અંકિત સખિયાએ જણાવ્યું હતું કે આ વાર્તા તેમના માટે ખૂબ જ અંગત અને ભાવનાત્મક રહી છે. આ ફિલ્મ 10 ઓક્ટોબર 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને ધીરે-ધીરે દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ. 9 જાન્યુઆરી 2026 ના રોજ તેનું હિન્દી વર્ઝન પણ રિલીઝ થયું હતું, જેનાથી તેની પહોંચ વધી ગઈ. માત્ર 51 દિવસમાં 100 કરોડના ક્લબમાં સામેલ થઈને આ ફિલ્મે ગુજરાતી સિનેમામાં નવો રેકોર્ડ બનાવ્યો અને અગાઉની મોટી હિટ ફિલ્મોને પાછળ છોડી દીધી. હવે OTT રિલીઝની સાથે આ આધ્યાત્મિક અને ભાવનાત્મક વાર્તા દેશભરના દર્શકો સુધી પહોંચવા જઈ રહી છે.

ટોપ સ્ટોરી

તો શું આમિર ખાનની હત્યા કરવા માંગતા હતા શૂટર્સ? ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસના મોટા ખુલાસા
તો શું આમિર ખાનની હત્યા કરવા માંગતા હતા શૂટર્સ? ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસના મોટા ખુલાસા
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: શૂટર્સે સુરતના રસ્તે દિલ્હી ભાગવાનો બનાવ્યો હતો પ્લાન, પરંતુ છૂટી ગઈ હતી બસ
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: શૂટર્સે સુરતના રસ્તે દિલ્હી ભાગવાનો બનાવ્યો હતો પ્લાન, પરંતુ છૂટી ગઈ હતી બસ
અજય દેવગનની ફિલ્મ'દ્રશ્યમ 3' એ તોડ્યો'બોર્ડર 2' નો રેકોર્ડ,  2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 
અજય દેવગનની ફિલ્મ'દ્રશ્યમ 3' એ તોડ્યો'બોર્ડર 2' નો રેકોર્ડ,  2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 
થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે રામાયણ: પાર્ટ 1? રણબીરની ફિલ્મને મોટી માહિતી આવી સામે
થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે રામાયણ: પાર્ટ 1? રણબીરની ફિલ્મને મોટી માહિતી આવી સામે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
સોના-ચાંદીમાં મોટો ઘટાડો: ચાંદી ₹3,700 સસ્તી થઈ, જાણો 22 અને 24 કેરેટ સોનાનો આજનો ભાવ
સોના-ચાંદીમાં મોટો ઘટાડો: ચાંદી ₹3,700 સસ્તી થઈ, જાણો 22 અને 24 કેરેટ સોનાનો આજનો ભાવ
રેપો રેટ વધારીને 6.25% કરી દેશે RBI! વધશે EMI- ડ્યુશ બેંકનો મોટો દાવો
રેપો રેટ વધારીને 6.25% કરી દેશે RBI! વધશે EMI- ડ્યુશ બેંકનો મોટો દાવો
Cyclone Arnab: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' નું રૌદ્ર રુપ, દેશના અનેક રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર
Cyclone Arnab: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' નું રૌદ્ર રુપ, દેશના અનેક રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર
ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત, 3 દિવસના હંગામી જામીન મંજૂર
ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત, 3 દિવસના હંગામી જામીન મંજૂર
પોસ્ટ RD સ્કીમ: 5 વર્ષ દર મહિને 4000 રુપિયા જમા કરો, તમને મળશે 2.85 લાખ, જુઓ કેલ્ક્યુલેશન
પોસ્ટ RD સ્કીમ: 5 વર્ષ દર મહિને 4000 રુપિયા જમા કરો, તમને મળશે 2.85 લાખ, જુઓ કેલ્ક્યુલેશન
Embed widget