શોધખોળ કરો

Aryan Khan Drugs Case: કોર્ટે આર્યન ખાનની કસ્ટડી વધારી, જાણો હવે ક્યાં સુધી રહેવું પડશે જેલમાં

Aryan Khan Drugs Case: મુંબઈની એક કોર્ટે ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટ સહિત આઠ લોકોની ન્યાયિક કસ્ટડી 30 ઓક્ટોબર સુધી લંબાવી છે.

Aryan Khan Drugs Case: મુંબઈની એક કોર્ટે ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટ સહિત આઠ લોકોની ન્યાયિક કસ્ટડી 30 ઓક્ટોબર સુધી લંબાવી છે. આર્યન હાલમાં આર્થર રોડ જેલમાં બંધ છે. 8 ઓક્ટોબરે તેને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. આ પછી, ન્યાયિક કસ્ટડી હવે 30 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે.

જણાવી દઈએ કે 3 ઓક્ટોબરના રોજ ડ્રગ્સ વિરોધી એજન્સી NCB એ ડ્રગ્સના સંબંધમાં આર્યન સહિત ઘણા લોકોની ધરપકડ કરી હતી. આ પછી આર્યને નીચલી કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. બુધવારે કોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. હવે તેણે બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી છે. તેમની અરજી પર 26 ઓક્ટોબરે સુનાવણી થશે. આર્યનને હાઈકોર્ટમાંથી જામીન મળે તો તેને જેલમાંથી મુક્ત કરી શકાય છે.

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં સુનાવણી

નોંધનીય છે કે, મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં સુનાવણી દરમિયાન, બુધવારે મુંબઈ સેશન્સ કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ તેના વકીલોએ નીચલી કોર્ટના આદેશને પડકારતા તરત જ મુંબઈ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. હવે તેના વકીલે બોમ્બે હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી છે. તે જ સમયે, બોમ્બે હાઇકોર્ટ 26 ઓક્ટોબર એટલે કે મંગળવારે આર્યન ખાનની જામીન પર સુનાવણી કરશે. જેનો અર્થ છે કે આર્યને 26 ઓક્ટોબર સુધી જેલમાં રહેવું પડશે. એ વાત જાણીતી છે કે આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદેએ જજને શુક્રવાર અથવા સોમવારે જામીન પર સુનાવણી કરવા અપીલ કરી હતી, પરંતુ જસ્ટિસ સામ્બ્રેએ 26 ઓક્ટોબરના રોજ સુનાવણી નક્કી કરી હતી.

નોંધનીય છે કે, શાહરુખ સવારે 9.15 વાગ્યે આર્થર જેલ પહોંચ્યો અને મુલાકાતીઓની લાઇનમાંથી અંદર ગયા. આ પ્રથમ વખત છે જ્યારે શાહરુખ જેલમાં બંધ આર્યન ખાનને મળવા આવ્યા છે. અગાઉ તેણે આર્યન ખાન સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે શાહરુખ અંદર જેલ પ્રશાસન સાથે પણ વાત કરી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ

સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી

આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

Alert! આજથી બંધ થઇ શકે આ સેવિંંગ એકાઉન્ટ,  તમારું નામ તો નથી ને આ લિસ્ટમાં
Alert! આજથી બંધ થઇ શકે આ સેવિંંગ એકાઉન્ટ, તમારું નામ તો નથી ને આ લિસ્ટમાં
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂCar structed in Flooded river of Dhoraji RajkotGujarat Rain | ગુજરાતમાં 24 કલાકમાં કયા જિલ્લામાં કેટલો ખાબક્યો વરસાદ?Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Alert! આજથી બંધ થઇ શકે આ સેવિંંગ એકાઉન્ટ,  તમારું નામ તો નથી ને આ લિસ્ટમાં
Alert! આજથી બંધ થઇ શકે આ સેવિંંગ એકાઉન્ટ, તમારું નામ તો નથી ને આ લિસ્ટમાં
India Post Recruitment 2024: ઇન્ડિયન પોસ્ટમાં 35 હજાર પદ પર બહાર પડી ભરતી, 10 પાસ કરી શકશે અરજી

Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું

New Law: ઇ-એફઆઇઆરથી લઇને વીડિયો કોન્ફરન્સથી ટ્રાયલ સુધીની સુવિધા, જાણો નવા કાયદાઓ વિશે

Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

Embed widget