શોધખોળ કરો
Advertisement
ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલી NCBએ અત્યાર સુધીની પુછપરછ અને પુરાવાઓ એકઠા કરવાને લઇને શું કહ્યું, જાણો વિગતે
સુત્રો અનુસાર હાલ કોઇને પણ પુછપરછ માટે નહીં બોલાવવામાં આવે. અત્યાર સુધી જો તપાસ થઇ છે અને સબૂતો મળ્યા છે, તેમને રિવ્યૂ કરવામાં આવશે
નવી દિલ્હીઃ બૉલીવુડના ડ્રગ્સ કનેક્શનને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. સુત્રો અનુસાર હાલ કોઇને પણ પુછપરછ માટે નહીં બોલાવવામાં આવે. અત્યાર સુધી જો તપાસ થઇ છે અને સબૂતો મળ્યા છે, તેમને રિવ્યૂ કરવામાં આવશે. મોટા સમાચાર એ પણ છે કે એનસીબીના ડીજી રાકેશ અસ્થાના આજે સવારે દિલ્હી પરત ફર્યા છે. કાલે રાકેશ અસ્થાનાએ અત્યાર સુધીની તપાસને લઇને અધિકારીઓ સાથે મોટી બેઠક કરી છે.
બૉલીવુડ ડ્રગ્સ નેક્સસની તપાસ કરી રહેલી દિલ્હી-મુંબઇ એનસીબીની ટીમ પાસે રિપોર્ટ લેવા ખુદ ડીજી એનસીબી રાકેશ અસ્થાના દિલ્હીથી મુંબઇ આવ્યા હતા. સુ્ત્રો અનુસાર મુંબઇમાં રવિવારે તેમની એનસીબી અધિકારીઓ સાથે લગભગ 3 કલાક બેઠક ચાલી હતી. જેમાં અત્યાર સુધી એનસીબીની તપાસ, તેમાં મળેલા સબૂતો, ધરપકડ અને બૉલીવુડ સ્ટાર્સસની પુછપરછમાં આપવામાં આવેલા જવાબો પર ચર્ચા થઇ. એટલુ જ નહીં આ મીટિંગમાં 2019માં કરણ જોહરના ઘરે થયેલી પાર્ટીનો વાયરલ થયેલા વીડિયો પર પણ વાતચીત થઇ. સુત્રોનુ એ પણ કહેવુ છે કે આ વીડિયોની ફોરેન્સિંક રિપોર્ટ એનસીબીને મળી ચૂકી છે. જેમાં સ્પષ્ટ છે કે વીડિયોમાં કોઇ છેડછાડ નથી કરવામાં આવી. જોકે કરણ પહેલા પણ કહી ચૂક્યો છે કે તેના ઘરમાં પાર્ટી થઇ હતી પરંતુ ડ્રગ્સ ન હતો લેવામાં આવ્યો.
વળી, બૉલીવુડ ડ્રગ્સ કનેક્શનની તપાસની વચ્ચે રવિવાર કરણ જોહર ગોવાથી મુંબઇ પહોંચ્યો હતો. આ મામલામાં શનિવારે જ એનસીબીએ સ્પષ્ટ કરી દીધુ હતુ કે કોઇપણ ફિલ્મ સ્ટાર્સને પુછપરછમાં ફરીથી સામેલ થવાનુ સમન્સ નથી આપવામાં આવ્યુ.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement