(Source: ECI/ABP News/ABP Majha)
શાહરૂખનો દીકરો દરિયામાં ક્રુઝ પર ચાલતી ડ્રગ્સ પાર્ટીમાંથી પકડાયો હોવાના અહેવાલ, NCB દ્વારા પૂછપરછ
મુંબઈની પાસે સમુદ્રમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ અત્યાર સુધીના સૌથી મોટા દરોડાની કાર્યવાહી કરી છે. સુપરસ્ટારના પુત્ર અને ત્રણ યુવતીઓ સહિત 13 લોકોની અટકાયત કરાઈ હતી
મુંબઈઃ મુંબઈથી ગોવા જઈ રહેલા લક્ઝરી ક્રૂઝમાં ડ્રગ્સ પાર્ટી થઈ રહી હતી ત્યારે જ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ની ટીમે તેના પર દરોડો પાડી દીધો હતો. પાર્ટીમાં બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન પણ હાજર હોવાનું બહાર આવ્યું છે. એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેના કહેવા પ્રમાણે હજુ સુધી આર્યનની ધરપકડ નથી કરવામાં આવી.
ન્યુઝ 18 અને આજ તકના અહેવાલમાં દાવો કરાયો છે કે, હાલમાં એનસીબીની ટીમ દ્વારા હાલ આર્યન ખાનની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કેસમાં 8 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત ક્રુઝના આયોજકોને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. સત્તાવાર રીતે આર્યન ખાનની પૂછપરછ કરાઈ રહી હોવાનું કહેવાયયું નથી પણ ન્યુઝ18 અને આજ તક દ્વારા સૂત્રોના હવાલાથી આર્યન ખાનની પૂછપરછ કરાઈ રહી હોવાનું કહેવાયું છે.
મુંબઈની પાસે સમુદ્રમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ અત્યાર સુધીના સૌથી મોટા દરોડાની કાર્યવાહી કરી છે. સુપરસ્ટારના પુત્ર અને ત્રણ યુવતીઓ સહિત 13 લોકોની અટકાયત કરાઈ હતી, તેમાંથી 8 લોકોની ઘરપકડ કરાઈ છે. અટકાયત કરાયેલા લોકોમાં સુપરસ્ટારનો પુત્ર છે કે નહીં તે સ્પષ્ટ નથી પરંતુ મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, આ સુપરસ્ટાર શાહરૂખ ખાન છે અને જેની પૂછપરછ ચાલી રહી છે તે આર્યન ખાન જ છે. NCBએ કોર્ડેલા ધ ઈમ્પ્રેસ નામના ક્રુઝ પર દડોરા પાડ્યા છે. શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની NCB પૂછપરછ કરી રહી છે.
મીડિયાના અહેવાલ પ્રમાણે શાહરૂખ ખાનના દીકરા આર્યને પુછપરછ દરમિયાન જણાવ્યું કે, તેને પાર્ટીમાં ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યો હતો અને તેણે પાર્ટીમાં સામેલ થવા કોઈ રૂપિયા નથી આપ્યા. મીડિયા અહેવાલમાં દાવો કરાયો છે કે, આર્યનના કહેવા પ્રમાણે તે પાર્ટીમાં તેના નામે લોકોને ઈન્વાઈટ કરવામાં આવ્યા હતા. જાણવા મળ્યા મુજબ ક્રૂઝની અંદર ચાલી રહેલી પાર્ટીનો એક વીડિયો પણ એનસીબીના હાથમાં આવ્યો છે જેમાં આર્યન જોવા મળી રહ્યો છે. પાર્ટી દરમિયાન આર્યને વ્હાઈટ ટી શર્ટ, બ્લુ જીન્સ, રેડ ઓપન શર્ટ અને કેપ પહેરેલા હતા. એક અહેવાલ પ્રમાણે જે લોકોને પકડવામાં આવ્યા છે તેમના પાસેથી રોલિંગ પેપર પણ મળ્યા છે.