શોધખોળ કરો
Advertisement
રિયા ચક્રવર્તીના ઘરે પહોંચી NCBની ટીમ, જાહેર થયુ સમન્સ-પુછપરછ માટે બોલાવી
આ બધાની વચ્ચે એનસીબીની ટીમ આજે સવારે રિયાના ઘરે પહોંચી અને રિયાને સમન્સ પાઠવ્યુ છે. જોકે, એનસીબીની ટીમની સાથે રિયા નથી ગઇ, અને માનવામાં આવી રહ્યું છે કે તે પુછપરછ માટે જાતે જશે
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતમાં ડ્રગ્સ કનેક્શનમાં રિયા ચક્રવર્તીના ભાઇ શૌવક ચક્રવર્તી અને સુશાંતના હાઉસ મેનેજર રહે ચૂકેલા સેમ્યુઅલ મિરાંડાના એનડીપીએસ કોર્ટે નાર્કોટિક્સ ક્રાઇમ બ્યૂરો (એનસીબી)ના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે. બન્ને 9 ડિસેમ્બર સુધી એનસીબીના રિમાન્ડ પર રહેશે. જ્યારે ડ્રગ્સ ડીલર કૈઝાન ઇબ્રાહિમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
આ બધાની વચ્ચે એનસીબીની ટીમ આજે સવારે રિયાના ઘરે પહોંચી અને રિયાને સમન્સ પાઠવ્યુ છે. જોકે, એનસીબીની ટીમની સાથે રિયા નથી ગઇ, અને માનવામાં આવી રહ્યું છે કે તે પુછપરછ માટે જાતે જશે.
એનસીબીની ટીમની સાથે મુંબઇ પોલીસની મહિલા પોલીસકર્મી પણ હતી, એનસીબીનુ કહેવુ છે કે રિમાન્ડિ દરમિયાન સેમ્યૂઅલ અને શૌવિક સાથે પુછપરછ કરવામાં આવશે. આ સાથે જ એનસીબી પુછપરછ માટે રિયાને પણ આજે ઓફિસમાં બોલાવશે. શૌવિક અને સેમ્યૂઅલની ધરપકડ બાદ હવે એનસીબીની તલવાર રિયા પર લટકી રહી છે. રિયાને આજે સવારે 11 વાગે પુછપરછ માટે એનસીબી ઓફિસ બોલાવવામાં આવી છે, આવા રિપોર્ટ છે.
કાલે રાત્રે નાર્કૉટિક્સના અધિકારીઓએ જણાવ્યુ કે સમન્સ ઇલેક્ટ્રૉનિક્સ મીડિયમથી મોકલવામાં આવ્યુ છે, મોડી રાત્ર સુધી એનસીબી ઓફિસમાં એક મોટી મીટિંગ થઇ, જેમાં રિયા સાથે પુછપરછ કરવા માટેના સવાલો નક્કી કરવામાં આવી રહ્યાં હતાં. ખરેખર, આ પુછપરછનો હેતુ ડ્રગ્સ મામલે તે ચેનને કનેક્ટ કરવાનો છે જેમાં એ સ્પષ્ટ થઇ રહ્યું છે કે રિયા સુશાંતને ડ્રગ્સ આપતી હતી. શૌવિક અને મિરાંડાની ધરપકડ બાદ બન્ને સાથે પુછપરછમાં એ વાત સામે આવી છે કે રિયા બન્ને પાસે ડ્રગ્સ મંગાવી રહી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion